પુણેમાં નાઇટ કર્ફ્યુ, 28 ફેબ્રુઆરી સુધી શાળા કોલેજો બંધ રહેશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે ઉદ્ધવ સરકારે મોટો નિર્ણય કર્યો છે. પુણેમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. આ સમય દરમિયાન આવશ્યક સેવા સિવાયની તમામ પ્રકારની આવન જાવન પર પ્રતિબંધ રહેશે. તો સાથે જ પુણેમાં 28 ફેબ્રુઆરી સુધી શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ ગાઇડલાઇન કાલે સવારથી લાગુ થશે. આ બધા વચ્ચે માહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સાંજે સાત વાગ્યે રાજ્યના લોકોને સંબોધિત કરશે. જેની સાથે જ મહારાષ્ટ્રમાં ફરી વખત લોકડાઉનની અટકળો તેજ બની છે. જે રીતે મહારાષ્ટ્રમાં ફરીથી કરોના કેસનો ફેલાવો વધી રહ્યો છે તે જોતા આજે મુખ્યમંત્રી મહારાષ્ટ્રમાં પ્રતિબંધોની જાહેરાત કરશે તે શક્યતા લગભગ પાક્કી છે.

મહારાષ્ટ્રમાં શનિવારે સતત બીજી દિવસે કોરોનાના 6000 કરતા પણ વધરે નવા કેસ નોંધાયા છે. તો કોરોનાના કારણે મોતની સંખ્યામાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. ખાસ કરીને મુંબઇ ને અમરાવતી વિસ્તારમાં કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે. શનિવારે 6281 નવા કેસ સામે આવ્યા હતા, તો 40 લોકોના મોત થયા છે.ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ચેતવણીના સ્વરમાં કહ્યું હતું કે જો લોકો કોરોના પ્રોટોકોલનું કડકાઇથી પાલન નહીં કરે, તો તેમણે વધારે એક લોકડાઉન માટે તૈયાર રહેવું પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.