પરિવારની ઉંઘ ઉડાડતી બાળકની જીદ દૂર કરવી છે ?

સંજીવની
સંજીવની

દેખાદેખી એ આજના જમાનાનું એક મોટું દુષણ છે.જે આજના મોટાભાગના બાળકોમાં પ્રવેશ કરી ચૂકયું છે અને રોજ દેખાદેખીનું જાેર વધી રહ્યું છે.આપણે કહીએ છીએ કે દરેક વસ્તુ માપમાં,લીમીટમાં સારી જયારે તે વધી જાય ત્યારે તે અચૂક મુસીબતો નોતરે છે. આજના જવાબદાર લોકો પણ આ વાત નથી સમજતા એટલે જ સગાંસંબંધી મિત્રો કે પાડોશીની વાતોની દેખાદેખી કરે છે.માણસે એલ.ઈ.ડી.ટીવી લીધું એટલે બીજાએ લેવું જ રહ્યું.જાે કોઈએ કાર લીધી તો બીજા કેમ ન લે ? પોતે કેમ ન લે ? પોતાની જાતને બીજા કરતાં ઓછી નથી તેવું બતાવવા પોતાની ફાયનાન્સીયલ કેપેસીટી ન હોવા છતાં બેંક લોન લઈ કે મિત્રો પાસેથી રૂપિયા ઉધાર લઈ કાર લે છે ત્યારે તેમને માત્ર કારની કિંમત જ નજર સામે હોય છે.જાે કાર ડ્રાઈવ ન કરતાં આવડતું હોય તો દર મહિને ડ્રાયવરનો પગાર, પેટ્રોલ, ગેસ અને મેન્ટનન્સ ઘણી વાર લોકોને કહેતા સાંભળ્યા છે અને હકીકત પણ છે કે કાર ખરીદવી સહેલી છે પણ મેન્ટેન કરવી જ ઘણાને ભારે પડતું હોય છે અને આ ખર્ચાઓ જ માણસની કમર તોડી નાખે છે. જાે દેખાદેખીમાં કેપેસીટી ન હોવા છતાં કાર ખરીદી હોય તો આ તો એક દાખલો છે, એકઝામ્પલ છે.બાકી આવું તો અનેક બાબતોમાં બનતું હોય છે.આ કોઈ નવી વાત નથી.મોટાઓ જાે દેખાદેખીમાં કરવામાંથી બાદ ન આવતા હોય તો છોકરાઓનું શું કહેવું, છોકરાઓ મોટાઓનું જાેઈને જ ઘણું બધું શીખતા હોય છે.
પુરૂષોત્તમભાઈ નામના એક મારવાડીવહેપારી પરફેકટ હેલ્થકેર સેન્ટર મહાવીરનગર કાંદીવલી વે. સ્થિત એપોઈન્ટમેન્ટ મુજબ તેમના પત્ની શોભાબેન અને પુત્ર પવન સાથે આવ્યા.ડૉ.કૌશલ અને ડૉ. જલપા સાથે કન્સલ્ટીંગમાં જણાવ્યું કે, પવન સોળ વર્ષનો છે પણ હાઈટ બોડીને લીધે તે વધારે મોટો દેખાય છે. હમણાં જ એસ.એસ.સી.માં પાસ થઈ ઈલેવન્થમાં આવ્યો.તેનો મોટો ભાઈ તેના કરતાં પાંચ વર્ષ મોટો છે અને અમારા ફેમેલી બીઝનેસમાં છે તે સેલ્સ અને કલેકશન સંભાળે છે.એટલે તેને માટે હમણાં થોડા દિવસો પહેલાં જ પલ્સર બાઈક લીધું.તેના માટે જે કાંઈ પણ લઈએ તે બધાની પવન જીદ કરે છે તે બધું તેને જાેઈએ છે, તે સમજવા જ તૈયાર નથી કે સુમન તેના કરતાં મોટો છે, કામ કરે છે, એટલે સમય બચાવવા, કામ વધારે કરી શકે માટે જરૂરી ચીજ લઈએ છીએ. મહીના પહેલાં જ પવને નોકીયાનો મોંઘો ફોન લીધો. હવે કહે છે તે મોબાઈલ તેને નથી ગમતો.હવે એનરોઈડ ફોન લેવો છે, કોલેજ જવા બાઈક જાેઈએ છે, કપડાં શુઝ એક સાથે ત્રણચાર જાેડી લઈ આવે અને બે ચાર બધું બીજું નવું જોઈએ એ બધું જુનું થઈ ગયું છે, ફેશન બદલાઈ ગઈ છે,રોજ વધુ જીદી થતો જાય છે અને જીદ પુરી ન થતાં ઘરમાં બધા સાથે ઝગડા કરે,વડીલોને ન કહેવાનું કહે, હમણાં હમણાં તો હાથ ઉપાડતો થઈ ગયો છે. શોભાબહેને કહ્યું કે,અમે જાેઈન્ટ ફેમીલીમાં રહીએ છીએ.પવન બધાથી નાનો છે એટલે આજ સુધી કોઈએ કાંઈ કીધું નથી,એટલે હવે સામો થાય છે.બે ત્રણ વાર મારા પર અને મારા નણંદ પર હાથ ઉપાડયો છે.હવે નાનો તો જ ન કહેવાય.સમજાવવા છતાં કાંઈ સમજવા તૈયાર નથી.મારા જીજાજીએ બી.કુમારનું નામ નંબર આપ્યા પણ બીકુમારજીનો તેમના મોબાઈલ પર કોન્ટેકટ કરતાં ખબર પડી કે,તે આઉટ ઓફ સ્ટેશન છે.તેમણે તમારા બંનેનું નામ આપી તમારી પાસે આવવા જણાવ્યું. શોભાબેનની વાત પુરી થતાં ડૉ.કૌશલ અને ડૉ.જલપા એ પવન સાથે વાત શરૂકરતાં પૂછયું એસ.એસ.સી. માં કેટલા પરશન્ટ તમારી ચોઈસની કોલેજમાં એડમીશન મળી ગયું ?તેના જવાબમાં પવને નિખાલસતાપૂર્વક કહ્યું કે,પપ્પાના કોન્ટેકટથી મળ્યું, મેરીટ પર મળવાના કોઈ ચાન્સ ન હતા.ડૉ. કૌશલે કહ્યું કે,એસ.એસ.સી.સુધી તમે જે માગ્યું તે બધું તમારા પેરેન્ટસે તમને આપ્યું છે ? તેના બદલામાં દર વર્ષે તમારા પેરેન્ટસને સંતોષ થાય એટલા પરસન્ટ લાવ્યા છો ?ના,દર વર્ષે એવરેજ પચાસ ટકા જ આવ્યા છે.આ વર્ષે જે કલાસમાં હું જતો હતો તે સર પપ્પાના ફ્રેન્ડ હતા એટલે વધારે કેરફુલી સ્ટડી કર્યો અને કલાસમાં બંક પણ ન મારી શકાય નહીંતર સર પપ્પાને તરત ફોન કરે, એટલે જ આ વખતે દર વર્ષે કેટલા થોડા પરશન્ટ વધારે આવ્યા ? ડૉ.જલપાએ પૂછયું થોડા પરસન્ટ વધારે આવવા તમને કેવું લાગ્યું ? અફકોર્સ સારૂં લાગ્યું પવને કહ્યું.ડૉ.જલપાએ કન્ટીન્યુ કરતાં કહ્યું કે,જાે દર વર્ષે આવી રીતે સીરીયસલી સ્ટડી કરો,સારા પરસ્ટેન્જ લાવો તો તમને અને તમારા પેરેન્ટસને કેવું લાગે ? તેનો કોઈ દિવસ વિચાર કર્યો છે ? જાે તમે સારી રીતે સ્ટડી કરો તો મને લાગે છે કે,તમારે કાંઈ પેરેન્ટસ પાસે માગવું જ ન પડે.ડૉ.કૌશલે કહ્યું પવન સાચું કહેજાે, તમારા ભાઈ સુમને બાઈક માગ્યું હતું ? ના પવને કહ્યું.ડૉ.કૌશલે પવનને સમજાવતાં કહ્યું તમારા પેરેન્ટસને લાગ્યું કે, તમારા મોટાભાઈ સુમનને બાઈકની જરૂર છે એટલે તરત જ તેના માટે બાઈક પરચેઝ કરી તેને આપ્યું.તમે હજી એઈઝમાં નાના છો તમે ઈચ્છો તો પણ લાયસન્સ ન મળે.એટલે હમણાં બાઈક લેવાની ઉતાવળ કરવી નકામી છે.પવને આરગ્યુમેન્ટ કરતાં કહ્યું, અમારા એરિયામાં મારા કરતાં નાના પણ બાઈક ચલાવે છેકોઈ પુછતું ય નથી.એટલે મેં ડૉ.કૌશલે થોડો ટાઈમ બાઈક કે બીજી કોઈપણ વસ્તુની ડીમાન્ડ ન કરવા સમજાવ્યું અને બેટર સ્ટડી કરવા કહ્યું.પવને જણાવ્યું કે, મને ભણવું ગમે છે પણ બધું સમજાતું નથી એ બધું યાદ પણ નથી રહેતું.બોર થવાય છે, ડૉ.કૌશલે કહ્યું કે,આ બધા પ્રોબ્લેમ સોલ થઈ જાય તો ? તો નો પ્રોબ્લેમ પવને કહ્યું.ડૉ.કૌશલે પવનને કહ્યું થોડા દિવસ માટે રેગ્યુલર આવી હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ દ્વારા તેના માઈન્ડને સ્ટડી કરવા માટે ટ્રેન કરશે એટલે સ્ટડી માટેના દરેક પ્રોબ્લેમ દુર થઈ જશે.પવન કન્વીન્સ થઈ ગયો અને તેને રેગ્યુલર આવવા તૈયારી બતાવી.એટલે પુરૂષોત્તમભાઈ અને શોભાબેનના ચહેરા મલકી ઉઠયાફ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગના બીજા અનેક ફાયદાઓ અને કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશેની ડીટેલો આપી આ સુંદર મનોવિજ્ઞાનનો પરિચય કરાવ્યો અને આ ટ્રીટમેન્ટ-સીટીંગ દરમ્યાન કેવી રીતે ફાયદાઓ મળી શકે છે તે સમજાવતાં કહ્યું કે, આ ડ્રગલેસ થેરાપી છે એટલે કોઈ દવાઓનો ઉપયોગ થતો નથી કે કોઈ દવાઓ નથી આપતા કે નથી પ્રીસ્કાઈબ કરવા અર્થાત આની કોઈ સાઈડ ઈફેકટ કે આફટર ઈફેકટ હોતી નથી.આ બધંુ જાણવા પછી પવનનો અને તેના પેરેન્ટસનો વિશ્વાસ વધી ગયો.પવન ફાયદાઓ લેવા ઉતાવળો થયો અને આજથી અત્યારથી જ મારી ટ્રીટમેન્ટ કરવા રીકવેસ્ટ કરી કહ્યું જાે અત્યારે એકઝસ્ટ ન થાતું હોય તો તમે કહેશો તેટલા વાગે ફરી આવીશ પણ પ્લીઝ આજથી મારી ટ્રીટમેન્ટ શરૂ કરો.પવનની ઈચ્છાનું માન રાખવા તેને સાંજે સાડા છ વાગે ટ્રીટમેન્ટ માટે બોલાવ્યો એટલે તેના પેરેન્ટસે ડૉ.કૌશલ અને ડૉ.જલપાને કહ્યું કોઈનું કીધું ન કરનારો પરાણે પરાણે ભણનારો અને તેની ડીમાન્ડ કરેલી વસ્તુ ન મળે ત્યાં સુધી ધમાલ કરી ઘરનાને હેરાન કરનારને તમે થોડી વારમાં જે સમજણ આપી તેને લીધે જ તે તમારી પાસે ટ્રીટમેન્ટ માટે આવવા તૈયાર થયો છે એ જ અમારે માટે મોટી વાત છે. અમારે હિસાબે આ સફળતાનું પહેલું પગથિયું છે અમને ખાત્રી થઈ ગઈ છે કે તમે પવનને ડેફીનેટ સુધારી દેશો.
પવન તેના મધર સાથે સાંજે સમયસર સીટીંગ લેવા આવ્યો એટલે ફોર્માલીટી પુરી કરી ડૉ.કૌશલે પવનને પૂછયું તમારા મનમાં કોઈ સવાલ અથવા બીજું કાંઈ પુછવું હોય તો પુછી લો.પવને કહ્યું ના સાહેબ મારૂં માઈન્ડ કલીયર છે.અત્યારે કોઈ સવાલ નથી.જાે કોઈ સવાલ માઈન્ડમાં આવશે તો પુછી લઈશ.ડૉ.કૌશલે કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગની સીટીંગ શરૂ કરી.પવનને આ સાયન્સમાં થેરાપીમાં રસ પડયો હતો એટલે પહેલો દિવસ હોવા છતાં સારી રીતે દરેક સજેશનને ફોલો કરતો હતો.પહેલા દિવસની સીટીંગ તેને ખુબ ગમ.સારૂં લાગ્યું પવન સીટીંગ લેવા માટેના ટાઈમમાં પરફેકટ હતો અને રેગ્યુલર પાંચ સીટીંગમાં તેનો ભણવાનો ઈન્ટસ્ટ વધી ગયો.દરેક સબજેકટમાં રસ પડવા લાગ્યો.સીટીંગ કન્ટીન્યુ થતાં તેની મેમરીમાં સારી એવી ઈપ્રુવમેન્ટ અનુભવવા લાગ્યોે. હવે બધું યાદ રહેવા લાગ્યું. કેમ કે બધું સારી રીતે સમજાવવા લાગ્યું હતું.દશ સીટીંગ પુરી થતાં સુધીમાં તે ભણવામાં અને સ્વભાવ ેસારો એવો ફર્ક પડી ગયો. હવે ન કોઈ ડીમાન્ડ હતી ન કોઈ વાતની જીદ.પંદર સીટીંગો પુરી થતાં સુધીમાં ભણવામાં તો હોંશિયાર થયો જ સાથે ઘરના બધા સભ્યો સાથે પણ પહેલાં કરતાં વધુ રીસ્પેકટથી વાત કરતો અને દરેકની વાત સાંભળતો. છેલ્લા કેટલાક મહીનાઓમાં બધાની નજરમાંથી ઉતરી ગયેલો.પવન હવે બધાનો ચાહીતો, પ્રીય થઈ ગયો એટલે પુરૂષોત્તમભાઈ અને શોભાબેનની ચિંતા ગાયબ થતાં તેમના આખા પરિવાર વતી ડૉ.કૌશલ અને ડૉ. જલપાનો આભાર માન્યો અને પવને ડૉ.કૌશલ અને ડૉ. જલપાને પગે લાગી કહેલું મને આશીર્વાદ આપો,હું તમારા જેવો થઈ શકું, તમારો ચેલો બની શકું આમાં એક સુખી પરિવારનો લાડલો જવાબદાર થઈ ગયો. દરેક જાતના માનસિક અને મનોશારીરિક રોગોની સારવાર માટે કે સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા માટે સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.