નિર્ભયા કાંડઃ ચારે દોષિતોને કયારે ફાંસી પર લટકાવાશે? આજે સુનાવણી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી,
 નિર્ભયા કાંડના આરોપીઓની ફાંસીનો સવાલ વારંવાર લોકો સમક્ષ આવી રહ્યો છે હવે આ સવાલનો આજે જવાબ મળે તેવી આશાઓ બાંધવામાં આવી રહી છે. ચાર દોષિતોમાંથી એકના પિતાએ ફાંસી ટાળવા માટે કરેલી કોશિશ સોમવારે નિષ્ફળ સાબિત થઈ. આ મામલાના એકમાત્ર સાક્ષી સામે ખોટી જુબાની આપવાના આરોપમાં એફઆઈઆર સાથે જોડાયેલી અકિલા તેમની માંગને કોર્ટે ફગાવી દીધી છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (એસીએમએમ) સુધીર કુમાર સિરોહીએ હીરા લાલ ગુપ્તાની સંબંધિત માંગ અને ફરિયાદ બન્નેને ફગાવી દીધા. કોર્ટે કહ્યું કે ફરિયાદીના અકીલા દીકરા પવનને પહેલા જ સંબંધિત એફઆઈઆર હેઠળ દોષી ઠેરવાઈ ચૂકયા છે અને તેમના તરફથી હવે રજૂ કરવામાં આવી રહેલી દલિલ બચાવ માટે આખા કેસ દરમિયાન બચાવ માટે દોષી પાસે હતી. તેમણે આગળ કહ્યું કે ટ્રાયલ કોર્ટનો આવો કોઈ આદેશ રજૂ કરવામાં નથી આવ્યો, જેમાં સાક્ષીની ગવાહીને ખોટી કે અવિશ્વસનીય ઠેરવવામાં આવી હોય. આરોપીના પિતા તરફથી વકીલ એપી સિંહે આ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે સાક્ષી અને પીડિતાના મિત્ર સામે ખોટી ગવાહી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આના માટે તેમણે એક હિન્દી ન્યૂઝ ચેનલના એંકરના ટ્વીટરને આધાર બનાવ્યું અને દાવો કર્યો કે તેના કાકાએ તેની સાથે મળીને કથિત રીતે લાંચ લઈને ખોટી ગવાહી આપી. તેમણે કહ્યું કે પોલીસે તેમની ફરિયાદ પર ધ્યાન આપ્યું નહીં. કેસ ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ એ ચાલતી બસમાં એક ૨૩ વર્ષની પેરામેડિકલ સ્ટુડન્ટ સાથે ગેંગરેપથી જોડાયેલો છે, જે દ્યટનામાં થોડા દિવસો પછી તેનું મોત થઈ ગયું. આ ગુના માટે પવન સિવાય મુકેશ, અક્ષય અને વિનયને મૃત્યદંડની સજા સંભળાવવામાં આવી છે. પોતાની દીકરીના ગુનેગારોનો અંત જોવા માટે તત્પર 'નિર્ભયા'ના માતા-પિતા પણ કોર્ટમાં ઉપસ્થિત હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.