ચૂંટણીપ્રચારમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પોતાના કાર્યાલયના વોર્ડ પર હજુ પણ ભાજપ-કોંગ્રેસ જીતથી વંચિત

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. અલગ-અલગ પાર્ટીઓ જીત માટે એડીચોડીનું જોર લગાવી રહી છે. અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર પોતાની જીત માટે કાર્યકરો તેમજ સ્થાનિકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. રાત્રિ ભોજનથી લઈને ડીજે સહિતનો ઉપયોગ કરી મોટી સંખ્યામાં પ્રચાર કરી રહી છે. ત્યારે આ જ પાર્ટીઓ પોતાના કાર્યાલમ જે વોર્ડમાં આવેલા છે એ વોર્ડમાં જીતી શકતા નથી. ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાર્યાલયના વોર્ડ પર જીત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે છતાં સફળતા મળતી નથી.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ હાલમાં અલગ-અલગ રણનીતિ બનાવી રહ્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે જે જગ્યા પર બેસીને આ રણનીતિ બને છે એ જ જગ્યાના વોર્ડ પરથી પાર્ટી હારી રહી છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ભાજપનું પંડિત દિનદયાલ ભવન આવેલું છે, જ્યાં તમામ કાર્યકર્તા તેમજ નેતાઓની બેઠક થાય છે, પરંતુ આ વોર્ડમાં પાર્ટી હારી રહી છે. ત્યારે પાલડીમાં કોંગ્રેસનું રાજીવ ગાંધી ભવન આવેલું છે, જ્યાં છેલ્લા 3 દાયકાથી પાર્ટી જીત મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અંતે હારનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની 576 બેઠક, 56 પાલિકાની 2088 બેઠક, 31 જિલ્લા પંચાયતની 988 બેઠક તેમજ 231 તાલુકા પંચાયતની 4778 બેઠકની ચૂંટણી યોજાઈ રહી છે, જેની કુલ 8430 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે, પણ 2022ની વિધાનસભાની સેમિ-ફાઇનલ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ટાર્ગેટ 7500 બેઠક મેળવી ફાઇનલમાં નવો રેકોર્ડ સ્થાપવાનો છે, જેમાં પણ રાજ્યની છ મહાનગરપાલિકાની કુલ 576માંથી ભાજપનો 500 બેઠક મેળવવાનો ટાર્ગેટ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.