દરેક શ્વાસમાં વિશ્વાસ વધારતી કલીનીકલ હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

‘વિશ્વાસ’ એ શ્વાસોશ્વાસમાં સમાયો છે જેના પર દુનિયા ચાલે છે,આ વિશ્વાસ દરેકને પોતાની ઉપર, પોતાની આવડત પર, કાબેલીયત પર,નિર્ણયો પર, પરિવારના સભ્યો, સગાં સંબંધી, સ્નેહીઓ, મિત્રો, લાઈફ પાર્ટનર બીઝનેસ રીલેશન પર વિ.વિ.પર હોવો જરૂરી છે.વિશ્વાસ જ નીકટતા લાવે છે, પરસ્પર પ્રેમ અને આત્મીયતા વધારે છે, સ્વપ્નો સાકાર કરે છે અને આ વિશ્વાસમાં જયારે આગળ ‘અ’ જાેડાઈ જાય એટલે બધું ઉંધુ થવા લાગે,વેરવિખેર થવા લાગે.અનેક વર્ષોના વિશ્વાસ પર અવિશ્વાસ ગણત્રીની સેંકડોમાં પાણી ફેરવી દે છે, પવિત્ર પ્રેમને અગ્નિમાં હોમી દે છે.પોતાનાને પારકા બનાવી દે છે, દોસ્તીને દુશ્મનીમાં બદલી દે છે, આનંદને શોકમાં બદલી નાખે છે,જીવન જીવવાની ઈચ્છાને મારી નાખે છે, બધા ઉપરના વિશ્વાસને પલભરમાં બાળીને ભસ્મ કરી દે છે અને પોતાનું જીવન જ બોજરૂપ બની જાય છે.આવા દરેક સંજાેગોમાં પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં કરવામાં આવતી કલીનીકલ હિપ્નોથેરાપી અને પરફેકટ હેલથકેર પ્રોગ્રામીંગ વિશ્વાસને રીએસ્ટાબ્લીસ કરી જીવનને સફળ બનાવી શકે છે.
દરેક બાબતો પરનો અને પોતાની જાત પરનો વિશ્વાસ તુટી ગયા પછી પણ અમારા સેન્ટર પરફેકટ હેલ્થકેર સેન્ટર પરનો અને અમારા ઉપરનો વિશ્વાસ જળવાઈ રહે છે.એટલે જ આવા સમયે અમારી પાસેથી યોગ્ય માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ લેવા આવતા પેશન્ટોના વિશ્વાસને વધારી તેમની સમસ્યાઓનું સમાધાન કરવા સદૈવ તૈયાર રહેતા ડૉ.કૌશલ બી.શાહ અને ડૉ.જલ્પા બી.શાહને તેમના કાર્યોમાં યશ અને પેશન્ટોની શુભેચ્છાઓ સતત વરસતી રહે છે.
એપોઈન્ટમેન્ટ પ્રમાણે આવેલ ભાઈએ કહ્યું, આ અમારો દિકરો વિકાસ.હું તરૂણ, મારી વાઈફ જયોતિ અને મારો સાળો સંદીપ.સંદીપે બી.કુમાર પાસે મેમરી ટ્રેનીંગનો કોર્સ કરેલો.ત્યાર પછી જ તે એકેડેમીક ફીલ્ડમાં કન્ટીન્યુઝ સકસેસફુલી આગળ વધ્યોે.તેના થકી જ આજે અમે તમારી પાસે આવ્યા છીએ.વિકાસ અમારૂં એક માત્ર સંતાન છે, અમે બીજી બધી વાતે સુખી છીએ પણ વિકાસના જીવનમાં દુઃખભર્યું છે.તે કોલેજમાં હતો ત્યારે તેની સાથે સ્ટડી કરતી અનામીકા તેની બેસ્ટ ફ્રેન્ડ હતી તે બંને એકબીજાને પસંદ કરતા હતા.એટલે અમે લગ્ન માટે સંમતિ આપી પણ અનામિકાના પેરેન્ટસને બીજી કાસ્ટ મંજુર ન હતી.તે લોકોએ અનામિકાના લગ્ન તેમની કાસ્ટમાં કરાવી દીધા.પેરેન્ટસ પાસે અનામીકાનું કાંઈ ન ચાલ્યું.કાસ્ટને લીધે બે પ્રેમીઓના પ્રેમનું બલિદાન લેવાઈ ગયું.અનામિકાની તો ખબર નથી પણ વિકાસ ખુબ નર્વસ થઈ ગયો.તેના સ્વપ્નો રગદોળાઈ ગયા તેનું તેને ખુબ દુઃખ હતું.જાેકે થોડા દિવસોની દવાઓ અને ધીરે ધીરે તે નોર્મલ થઈ ગયો અને પાછો અમારા બીઝનેસમાં તેનું કામ સંભાળવા લાગ્યો.આ દરમ્યાન એક માગું આવ્યું,છોકરી ભણેલી, હોંશિયાર અને દેખાવડી હોવાથી એક નજરે ગમી જાય તેવી હતી. પુજા અને વિકાસ બંનેવે એકબીજાના જીવનસાથી થવા તૈયારી બતાવી.તેમના એગેંજમેન્ટ કર્યા બંનેવ ઘરો મુંબઈમાં જ હતા એટલે પુજાને અવારનવાર મળવાનું, હરવા ફરવા જવાનું,સાથે રહેવાનો, એકબીજાને ઓળખવાનો,એકબીજાની પસંદ-નાપસંદ જાણવાનો બંનેને મોકો મળ્યો અને પૂજાને બીજા છોકરા સાથે પ્રેમ છે પણ તેના પેરેન્ટસનો વિરોધ છે આ વાત સાંભળી વિકાસ હેબતાઈ ગયો.સારૂં થયું કે પુજાએ આ વાતે વિકાસના દિલ પર વાર કર્યો.બીજી વાર એવું બન્યું કે વિકાસ જેને પસંદ કરતો હતો તે છોકરી જેને તે પોતાની જીવનસંગીની તરીકે પસંદ કરી ચૂકયો હતો અને તેનો કોઈ વાંક ના હોવા છતાં તે છોકરીએ તેના જીવનમાંથી અચાનક એકઝીટ લીધી.આમ થતાં વિકાસ વધુ દુઃખી થયો, ભાંગી પડયો.તેને એમ લાગવા માંડયું કેતેના નસીબ ખરાબ છે, થોડા દિવસ ઘરે રહ્યો.પાછી દવાઓ લીધી અને ધીરે ધીરે નોર્મલ થયો.કામે લાગ્યો, ઓફિસ અને ફેકટરીના કામ સંભાળી લીધા.અમારા સમાજમાં અમારૂં મોટું નામ હોવાને લીધે થોડા મહીનાઓ પછી અમારા સમાજના એક મીડલ કલાસ પણ ખુદાર ફેમીલીની મોટી દિકરી માટે વાત આવી.તે છોકરી માત્ર ટવેલ્થ સુધી ભણી હતી.તેના ફાધર એક કંપનીમાં સારી પોસ્ટ પર હતા.ત્રણ બહેનોમાં તે મોટી હતી.રંગે રૂપે એવરેજ હતી.સુજાતા સાથેની પહેલી મીટીંગમાં તે કોઈ નિર્ણય ન લઈ શકયો.એટલે સેકન્ડ મીટીંગ કરી અને અમે તેને સમજાવ્યો કે જાે રંગરૂપ સિવાય કોઈ વાતે તને સુજાતા ન ગમતી હોય તો વાત જુદી છે.બીજી બધી રીતે જાે તને યોગ્ય લાગે તો આ બાબત જતી કરવી જાેઈએ.વિકાસે હા પાડી,સુજાતાએ પહેલી મીટીંગમાં જ સંમતિ દર્શાવી હતી.આ ફેમીલી જાણીતું હતું અને સુજાતાના ફાધર સમાજના સંનિષ્ઠ કાર્યકર હતા.વિકાસ સુજાતાના એગેંજમેન્ટ કર્યા અને ચાર મહીનામાં લગ્ન વિકાસ ખુશ હતો.લગભગ ત્રણેક વર્ષો અમે વિકાસને આટલો ખુશ જાેયો.સુજાતા પણ ખુશ હતી.આ બંનેવને ખુશ જાેઈ અમે પણ ખુશ હતા.ધીરે ધીરે સુજાતા બધી રીતે ઘરમાં સેટ થઈ જાય એટલું અમારે માટે પુરતું હતું પણ કુદરતને આ વાત મંજુર ન હતી.વિકાસ સુજાતાના લગ્નના ત્રણ મહીનામાં સુજાતાનું જાેર વધી ગયું. દરેક વાતે મનમાની અને દાદાગીરી કરવા લાગી.પહેલા દિવસથી અમે તેને દિકરી કરતાં વિશેષ રાખી.તેની દરેક ઈચ્છાઓ કે ગણત્રી કરતાં બધું જ અનેકગણું વધારે આપ્યું.કેમ કે અમે સમજતા હતા કે અમારી પાસે જે કાંઈ પણ છે તે આ બે જણાનું જ છે.તેના ઘરેથી તે જે નથી મેળવી શકી તે બધું અમે સુજાતાને આપવા લાગ્યા, વિકાસ પાસે જીદ કરી તેની વાત મનાવવા લાગી. કપડાં, દાગીના ઓછા પડવા લાગ્યા,તેની વાત ન માનતા વિકાસ સાથે ઝઘડા કરવા લાગી.મારી વાઈફે તેને સમજાવી પણ તે કાંઈ સાંભળવા કે સમજવા તૈયાર જ ન હતી.એક દિવસ અચાનક સુજાતાએ વિકાસને કહ્યું નેકસ્ટ વીક મારો બર્થ ડે છે.આઈ વીશ કે તે આપણે સીંગાપોરમાં મનાવીએ.બાર પંદર દિવસ સીંગાપોર-બેંગકોક-પટાયા ફરવા જઈએ. વિકાસે કહ્યું આટલી શોર્ટ નોટીસમાં બાર પંદર દિવસ માટે જવું પોસીબલ નથી. પ્રોપર પ્લાનીંગ કરી આપણે થોડા દીવસ પછી જશું આ ચર્ચાથી સુજાતાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું અને તે પિયર ચાલી ગઈ અને ડીવોર્સ માગ્યો.અમારા બધા પર જાતજાતના એલીગેશન કર્યા,પાર્લા વે.માં ત્રણ બેડરૂમનો ફલેટ અને એક કરોડ રૂપિયા તથા અમે આપેલ દાગીના વિ.માંગ્યા.પેચઅપ કે સેટલમેન્ટ કરવા તૈયાર ન હતી.ફેમીલી કોર્ટમાં ગઈ અમે જેટલા રૂપિયા,દાગીના આપવા તૈયાર હતા તેના કરતાં અડધાથી ઓછા કોર્ટે મંજુર કર્યા.ડીવોર્સ થતાં આજની યુવતીઓ પરનો વિકાસનો વિશ્વાસ ઉઠી ગયો.કોઈપણ યુવાન સ્ત્રીને જાેતાં જ તે લાલપીળો થઈ જાય છે.તેમના પ્રતિરોજ નફરત વધતી જાય છે.તેની કઝિનો સાથે વાત કરવાનું ટાળે છે.કહે છે આજની દરેક યુવતીઓ,યુવાન સ્ત્રીઓ ૧૦૦ ટકા સેલ્ફીશ છેહાર્ટલેસ છે,ફીલીંગ્સને સમજતી જ નથી.ડીવોર્સને લીધે વિકાસ મેન્ટલી ખુબ ડીસ્ટર્બ થઈ ગયો છે.તેની જીવન જીવવાની ઈચ્છાઓ નાશ પામી ચૂકી છે.બીઝનેસ કે કોઈ પ્રવૃત્તિમાં રસ નથી રહ્યો.ખાવા પીવાનું આપીએ ત્યારે ખાય છે, માંગતો નથી, ખાવાના શોખ મરી પરવાર્યા છે.તરૂણભાઈની વાત પુરી થતાં તેમના વાઈફ જયોતિબેને તેમની હૈયા વરાળ કાઢી પછી ડૉ.કૌશલ અને ડૉ.જલપાએ વિકાસ સાથે વાતચીત કરી.તેની મનસ્થિતિ જાણી.વાત વાતમાં વિકાસે કહ્યું હવે હું જીવતી લાશ જેવો થઈ ગયો છું.આના કરતાં મોત આવે તો સારૂં, એટલે ડૉ.કૌશલ અને ડૉ. જલપાએ જે કાંઈ બન્યું છે તે બધું જ ખરાબ સ્વપ્ન સમજી ભુલી જવાનું અને માનસિક શક્તિઓ વિકસાવી જીવનમાં હિંમતપૂર્વક આગળ વધવા,આ માનસિક સ્થિતિમાંથી બહાર આવવા કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ હેલ્થફુલ થઈ શકે છે તેવું કહી તેનું મહત્વ સમજાવ્યું એટલે તેનામાં થોડી એનર્જી આવી. આ ડ્રગલેસ થેરાપીમાં રસ પડયો એટલે સીટીંગનો ટાઈમ નક્કી કરી સીટીંગ્સ શરૂ કરી.જેમ જેમ ડૉ.કૌશલ વિકાસને સીટીંગ આપતા ગયા તેમ તેમ વિકાસ મેન્ટલી સ્ટ્રોંગ થતો ગયો પ્રેકટીકલ થતો ગયો, અને જીવનની વાસ્તવિકતાઓને ઈઝછલી એકસેપ્ટ કરતો ગયો. રેગ્યુલર સીટીંગ્સ થકી વિકાસ હવે ડીવોર્સથી થયેલા દુઃખમાંથી બહાર આવી ગયો.દશ સીટીંગ પુરી થતાં તે કામે લાગ્યો.તેની માનસિકતા ઈપ્રુવ થતાં તેની કઝીનો સાથે નોર્મલ બિહેવયર કરવા લાગ્યો.બીજી પાંચ સીટીંગમાં દરેક યુવતીઓ માટે તેના મનમાં રહેલી તેમને માટેની મીસ અન્ડરસ્ટેન્ડીંગ દુર થઈ અને કુલ વીસ સીટીંગ પુરી થતાં પહેલાં વિકાસનો સારો એવો માનસિક વિકાસ થતા તેમના જીવનમાં આવેલી દરેક છોકરીઓને ભુલી નવા વૈવાહિક જીવન અંગે વિચારવા લાગ્યો.તે દરેક કામ નવા જાેશ,ફોર્સ સાથે નવી એનર્જી સાથે પોઝીટીવ એપ્રોચ સાથે કરવા લાગ્યો.તેનામાં આવેલા આ ચેંજ અને કોન્ફીડન્સ માટે વિકાસે અને તેના ફાધર મધરે ડૉ.કૌશલ અને ડૉ.જલપાનો આભાર માનતાં કહ્યું અમારે માટે આનાથી મોટો કોઈ ચમત્કાર નથી.દરેક જાતની માનસીક, મનોશારીરિક સમસ્યાઓના સમાધાન માટે,સેલ્ફ ઈપ્રુવીંગ ઓડીયો સીડી ગુજરાતી, હિંદી, અંગ્રેજીમાં મેળવવા માટે, વિદ્યાર્થીઓ માટે મેમરી ટ્રેનીંગ અને પર્સનાલીટી ડેવલપમેન્ટ માટે કે સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા માટે સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.