મોંઘવારી પર રાજકિય યુદ્ધ, કોંગ્રેસે ગેસ સિલિન્ડર સાથે યોજી પ્રેસ કોન્ફરન્સ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલની સતત વધતી કિંમતોથી લોકો પરેશાન છે ત્યારે આ મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ છે. દિલ્હીમાં કોંગ્રેસે ખાલી ગેસ સિલિન્ડર સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી સવાલો કર્યાં છે.

કોંગ્રેસ નેતા સુપ્રીયા શ્રીનેતે જણાવ્યું કે મોદી સરકારે ખેડુતો સાથે બર્બરતાનું નક્કી કરી લીધુ છે પરંતુ હવે દેશના દરેક ચુલા, દરેક ગૃહિણી અને આમ આદમીની કમર તોડવાનો નિર્ણય કરી લીધો છે. કેન્દ્ર સરકારે ચુલામાં પણ મોંઘવારીની આગ લગાવી દીધી છે.

તેમણે જણાવ્યું કે, પેટ્રોલ-ડિઝલના ભાવ 100 રૂપિયાની પાર થઈ ચુક્યા છે, સૌને ખબર છે. હવે રાંધણ ગેસના ભાવ પણ સતત વધી રહ્યાં છે. 10 દિવસની અંદર રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થયો છે. 4 ફેબ્રુઆરી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 25 રૂપિયા વધી હતી પરંતુ આજછી તેની કિંમત 50 રૂપિયા વધુ વધી છે.

તેમણે કહ્યું કે, એટલું જ નહી ડિસેમ્બર 2020 બે મહિનાની અંદર ગેસ સિલિન્ડરની આ કિંમત 175 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી ચુકી છે. આ દરમિયાન બે વાર 50-50 રૂપિયાનો વધારે નોંધાયો હતો. જે સિલિન્ડર દિલ્હીમાં 594 રૂપિયામાં મળતો હતો તે દિલ્હીમાં આજે 769 રૂપિયામાં મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ક્રુડ ઓઈલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે થઈ ગઈ ત્યારે પણ સિલિન્ડરની કિંમત આટલી નહોતી વધી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.