સુપ્રીમ કોર્ટે વ્હોટ્સઅપને કહ્યું- તમે અબજો ડોલરની કંપની હશો, પરંતુ લોકોની પ્રાઇવસી પૈસાથી વધુ મહત્ત્વની

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સુપ્રીમ કોર્ટે સોમવારે વ્હોટ્સઅપને કહ્યું હતું કે તમારી નવી પ્રાઇવસી પોલિસીને પછી ભારતીય લોકોમાં પ્રાઇવસીને લઈને ઘણી મૂંઝવણો છે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ કહ્યું હતું કે તમે ભલે અબજો ડોલરની કંપની હશો, પણ લોકોની પ્રાઇવસીનું મૂલ્ય પૈસા કરતાં વધુ છે. ચીફ જસ્ટિસે આ પ્રાઈવસી પોલિસીને પડકારતી અરજીઓ પર વ્હોટ્સઅપ, ફેસબુક અને કેન્દ્ર પાસે જવાબ માગ્યો છે.

કોર્ટે વરિષ્ઠ વકીલ શ્યામ દીવાનની એ દલીલનું સમર્થન કર્યું, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં ડેટા પ્રોટેક્શનને લઈને કોઈ કાયદો નથી. ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ન અને જસ્ટિસ વી. રામાસુબ્રહ્મણ્યમની બેન્ચે કહ્યું હતું કે મિસ્ટર દીવાનની દલીલથી અમે પ્રભાવિત છે. આવો કાયદો લાવવો જોઈએ. વ્હોટ્સઅપ એની નવી પ્રાઈવસી પોલિસી અંતર્ગત ભારતીયોનો ડેટા શેર કરશે. આ ડેટા શેરિંગને લઈને ભારતીયોમાં મૂંઝવણ છે.

સુપ્રીમ કોર્ટે યુરોપની સરખામણીમાં ભારતમાં પ્રાઈવસી સ્ટાન્ડર્ડ નબળા પડવા પર વ્હોટ્સઅપ પાસે જવાબ માગ્યો છે. વ્હોટ્સઅપે આ અંગે કહ્યું છે કે યુરોપમાં પ્રાઈવસીને લઈને ખાસ કાયદો છે. જો ભારતમાં પણ આ પ્રકારનો કાયદો છે તો અમે એનું પણ પાલન કરીશું.

વોટ્સએપ યુઝર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ કે રિસીવ કરે છે, કંપની તેનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ કરી શકે છે. કંપની આ ડેટાને શેર પણ કરી શકે છે. આ પોલીસી 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થવાની હતી. જોકે વિવાદ વધ્યા પછી ડેડલાઈનને વધારીને 15 મે કરવામાં આવી છે. પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે જો યુઝર આ પોલીસીને એગ્રી કરતો નથી તો તે તેના એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે નહિ. જોકે પછીથી કંપનીએ તેને ઓપ્શનલ ગણાવી હતી.

તાજેતરમાં જ સરકારે સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલન વિશે ફેક ન્યુઝ, આપત્તિજનક અને હિંસા ભડકાવનારા કન્ટેન્ટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યસભામાં IT મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું હતું અમે સોશિયલ મીડિયાનું સમ્માન કરીએ છીએ. તેણે સામાન્ય લોકોને તાકાત આપી છે. ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામમાં પણ સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. જોકે તેનાથી ફેક ન્યુઝ અને હિંસાને પ્રોત્સાહન મળે છે તો અમે કાર્યવાહી કરીશું. પછીથી તે ટ્વિટર હોય કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.