માઇક્રોસોફ્ટે ઓર્ગેનાઇઝેશન્સને અદ્યતન હાઇબ્રિડ ક્લાઉડ ક્ષમતાઓથી સક્ષમ બનાવવા ભારતમાં એઝ્યોર સ્ટેક એચસીઆઇ લોંચ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ એઝ્યોર સ્ટેક એચસીઆઇની સામાન્ય ઉપલબ્ધતાની જાહેરાત કરી છે, જે નવું હાઇપરકન્વર્જ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એચસીઆઇ) સોલ્યુશન છે અને તે નેટિવ એઝ્યોર હાઇબ્રિડ ક્ષમતાઓ સાથે હાઇપરકન્વર્જ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ફ્લેક્સિબિલિટી, સ્કેલેબિલિટી અને પ્રાઇઝ-પર્ફોર્મન્સના લાભોને સાંકળે છે.

એઝ્યોર સ્ટેક પોર્ટફોલિયોના હિસ્સા તરીકે તે ડેટા સેન્ટર્સ, રિમોટ ઓફિસિસ, ક્લાઉડ અને એજ લોકેશન્સને હાઇબ્રિડ ક્લાઉડ સિનેરિયો માટે માઇક્રોસોફ્ટ એઝ્યોરને સંસ્થાકીય સરળ એક્સેસ પ્રદાન કરે છે. વિન્ડોઝ અને લિનક્સ વર્ચ્યુઅલ મશીન્સ સાથે સુસંગત એઝ્યોર સ્ટેક એચસીઆઇ સોલ્યુશન્સ 20 પાર્ટનર્સ પાસેથી ઉપલબ્ધ બનશે, જે મહત્તમ પ્રફોર્મન્સ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે માઇક્રોસોફ્ટ-માન્ય હાર્ડવેર સિસ્ટમ્સ ઓફર કરે છે.

ઓર્ગેનાઇઝેશન્સ તેમના વ્યવસાયનું પુનઃનિર્માણ કરી રહ્યાં છે ત્યારે અસરકારક મલ્ટી-ક્લાઉડ, મલ્ટી-એજ હાઇબ્રિડ અભિગમ મહત્વપૂર્ણ બની રહેશે. તે અત્યંત જરૂરી ચપળતા, કાર્યક્ષમતા અને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે, જેની સાથે તેઓ સુસંગત પણ રહે છે. મોટાભાગની મોટી એન્ટરપ્રાઇઝિસ અથવા ઉચ્ચ નિયમનવાળા ઉદ્યોગો માટે હાઇબ્રિડ અભિગમ વધુ સૂઝ, માઇન્ડ લેટન્સી, રેગ્યુલેશન્સ, ડેટા સાર્વભૌમત્વ અથવા લેગસી ડેટાના મોટા વોલ્યુમને ક્લાઉડમાં મૂવ કરવામાં મદદરૂપ બને છે. વધુમાં તે ઓર્ગેનાઇઝેશન્સને તેમના પ્રવર્તમાન માળખાને ઉન્નત બનાવવામાં, ઓન-પ્રીમાઇસ ઇન્વેસ્ટમેન્ટમાંથી મહત્તમ મૂલ્ય, બિઝનેસની સાતત્યતા જાળવાવમાં, સુરક્ષિત સ્રોતો તેમજ નવી બિઝનેસની તકો અનલોક કરવામાં મદદરૂપ બને છે.

એઝ્યોર સ્ટેક એચસીઆઇનો ઉદ્દેશ્ય બિઝનેસિસને વર્તમાન ટુલ, પ્રોસેસિસ અને સ્કિલ સેટ સાથે ક્લાઉડ સર્વિસ ઓન-પ્રીમાઇસિસ માટે ક્લાઉડ-નેટિવ એપ્લીકેશન્સની સરળ એક્સેસ સાથે તેને બિલ્ડ અને રન કરવા સક્ષમ બનાવીને સશક્ત બનાવવાનો છે. તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર-એઝ-અ-સર્વિસ (આઇએએએસ) અને પ્લેટફોર્મ-એઝ-અ-સર્વિસ (પીએએએસ) સર્વિસને સોફ્ટવેર સ્ટેકમાં સાંકળે છે, જે ઓન-પ્રીમાઇસ ડેટાસેન્ટર્સ અને માઇક્રોસોફ્ટના એઝ્યોર ક્લાઉડમાં ફેલાયેલું છે તેમજ અદ્યતન અને અપ ટુ ડેટ ડેટા સિક્યુરિટી, પર્ફોર્મન્સ અને ફીચર અપડેટ પ્રદાન કરે છે. એઝ્યોર સ્ટેક એચસીઆઇ સાથે ઓર્ગેનાઇઝેશન નીચેના કામ કરી શકે છેઃ
• ડેટાસેન્ટર્સને આધુનિક અને સુરક્ષિત રાખે છેઃ ફાઉન્ડેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપડેટ કરે છે, વધુ કાર્યક્ષમતા અને નીચો ખર્ચ તેમજ સંચાલન અને કામગીરીને સરળ બનાવે છે.
• બ્રાન્ચ ઓફિસને વાજબી રીતે આધુનિક બનાવે છેઃ એઝ્યોર એચસીઆઇ સ્ટેક ખર્ચ-કાર્યક્ષમ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસોર્સિસ પ્રદાન કરે છે, જેમાં રિમોટ લોકેશન્સ, સ્ટોરેજની ઉપલબ્ધતા અને સ્થિતિસ્થાપકતામાં સુધારો તેમજ ડિસ્ટ્રિબ્યુટેડ વર્કલોડ્સને સુવ્યવસ્થિત કરે છે.
• હાઇ-એન્ડ વર્કલોડ માટે ઇન્ડસ્ટ્રી-બેસ્ટ પર્ફોર્મન્સ અનુભવોઃ આ સોલ્યુશન ઓછા લેટન્સી સાથે મલ્ટીપલ ડેટાબેઝ ટ્રાન્ઝેક્શન્સને સપોર્ટ કરે છે.
• એજ કમ્પ્યુટિંગ સાથે વર્ચ્યુઅલ ડેસ્કટોપ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરોઃ લો લેટન્સી અને ડેટા સાર્વઊમત્વ માટે ડેસ્કટોપ્સ ઓન-પ્રીમાઇસિસ લાવે છે, જેનાથી રિમોટ વર્ક સુરક્ષિત અને સુસંગત રહે છે.

તે એન્ટરપ્રાઇઝિસના વર્કલોડને આધારે વધારી શકાય છે અને માઇક્રોસોફ્ટમાંથી પરિચિત ટુલ્સ તથા લોકપ્રિય થર્ડ-પાર્ટી ટુલ્સ ઉપર એક્સેસ પ્રદાન કરે છે. માઇક્રોસોફ્ટ પે-એઝ-યુ-ગો સબસ્ક્રિપ્શન મોડલ ફ્લેક્સિબિલિટી ડિલિવર કરવાની તથા લોવર ટોટલ કોસ્ટ ઓફ ઓનરશીપ (ટીસીઓ)ની ખાતરી આપે છે.

માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના સીઓઓ રાજીવ સોઢીએ જણાવ્યું હતું કે, “હાઇબ્રિડ ક્લાઉડની ભૂમિકાએ પબ્લિક ક્લાઉડ સાથે ડેટા સેન્ટર્સના ઇન્ટીગ્રેટરથી લઇને દૈનિક બિઝનેસ કામગીરીને સક્ષમ બનાવી છે. સતત હાઇબ્રિડ ટુલ્સ અને અનુભવો અગાઉ આટલા મહત્વપૂર્ણ ક્યારેય ન હતાં અને એઝ્યોર સ્ટેક એચસીએલ પાવરફુલ નવી હાઇબ્રિડ ક્ષમતાઓ સાથે ઓન-પ્રીમાઇસિસ વિઝ્યુલાઇઝેશન સંબંધિત સમજણ અને ફ્લેક્સિબિલિટી પ્રદાન કરે છે. અમારા ક્લાઉડ-નેટિવ અભિગમ સાથે અમે ગ્રાહકોને ઝડપી ગોઠવણ અને ઇન્ટિગ્રેશન દ્વારા હાઇ વેલ્યુ એચસીઆઇ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, જે અનુકૂળ મેનેજમેન્ટ અને ટુલ્સ આધારિત છે અને તે એઝ્યોર સબસ્ક્રિપ્શન પ્રાઇઝિંગ સાથે ફ્લેક્સિબલ છે. તે ઓર્ગેનાઇઝેશન્સને આઝના રિમોટ વર્કના માહોલમાં વિવિધ સ્થળો ઉપર કાર્યક્ષમ, અનુકૂળ અને કામગીરીમાં વધારો કરવા માટે સક્ષમ બનાવશે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.