MG હેક્ટર 2021 ને મળ્યો એક તદ્દન નવો 8 સ્પીડ CVT ઓટોમેટિક ટ્રાન્સમિશનનોવિકલ્પ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

MG મોટર ઈન્ડિયાએ લૉન્ચ કર્યો છે એકદમ નવો હેક્ટર 2021નો CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ, જે શરૂ થાય છે, રૂ. 16,51,800 લાખ (એક્સ-શોરૂમ, નવી દિલ્લી) થી.CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન રજૂ કરવાની સાથે MG હવે પોતાની હેક્ટર 2021 પેટ્રોલ એન્જિન લાઇન-અપના ભાગ રૂપે ચાર

અલગ અલગ વિકલ્પો રજૂ કરે છે- MT, હાઇબ્રિડ MT,CVT અને DCT. આ CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન MG હેક્ટર 2021 5-સીટર અને હેક્ટર પ્લસ 6-સીટર બંનેમાં ઉપલબ્ધ છે. આ CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન હાલના DCT વિકલ્પમાં પણ ઉમેરાશે.

CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન આરામદાયક, આંચકાઓથી મુક્ત અનુભવ આપે છે અને તે અટકી અટકીને આગળ વધતાં ટ્રાફિક માટે વધુ અનુકૂળ છે.DCT ઓટોમેટિક ટ્રાન્સમિશન ઝડપી ગિયર શિફ્ટ સાથે આકર્ષક ડ્રાઇવિંગ પ્રદાન કરે છે, જેથી વધુ સરળતાથી ઓવેરટેકિંગ શક્ય બને છે.
આ લૉન્ચ અંગે વાત કરતાં,MG મોટર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર શ્રી. ગૌરવ ગુપ્તાએ કહ્યું, “હેકટરે,MG બ્રાન્ડ મુજબ જ, પોતાનાબેજોડ ફીચર્સના આધાર પર એક ખાસ પરંપરા ઊભી કરી છે. હેક્ટર 2021 CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન દાખલ કરીને અમે અમારા ગ્રાહકોને વિકલ્પોની વ્યાપક શ્રેણી પ્રસ્તુત કરવાની વચનબદ્ધતાને વધુ દ્રઢ બનાવી છે. આરામદાયક અને રિલેક્સ્ડ ડ્રાઇવ પસંદ કરતાં ખરીદદારોમાં CVT હંમેશાથી એક લોકપ્રિય ટ્રાન્સમિશન રહેલ છે. અમને ખાતરી છે કે,આ નવું ટ્રાન્સમિશન ખરીદદારોને પસંદ આવશે અને MG હેક્ટરની લોકપ્રિયતામાં વધારો કરશે.”

MG હેક્ટર 2021 શ્રેણી અનોખા MG શિલ્ડ સાથે આરામદાયક માલિકીનો અનુભવ આપે છે. MG શિલ્ડ અંતર્ગત MG ઉત્કૃષ્ટ ટોટલ કોસ્ટ ઑફ ઓનરશિપ (TCO) ઓફર કરે છે. એ 5 વર્ષની / અમર્યાદિત કિમી. ની વોરંટી, 5-વર્ષની રોડસાઇડ આસિસ્ટન્સ અને પ્રથમ 5 નિયતકાલિક સર્વિસો માટે મફત લેબર ચાર્જ ઓફર કરે છે. MG હેકટર પેટ્રોલ માટે ઓછામાં ઓછાં 45 પૈસા / કિમી અને ડીઝલ પ્રકારો માટે ઓછામાં ઓછા 60 પૈસા / કિમી (100,000 કિમી ઉપયોગ સુધી ગણતરીમાં લેવાયું છે) જેવી સૌથી ઓછી ટોટલ કોસ્ટ ઑફ ઓનરશિપ (TCO) પ્રદાન કરે છે.

આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરેલ MG હેક્ટર 2021 માં હિંગ્લિશ કમાન્ડ,iSMARTકનેક્ટેડ કાર ટેક્નોલૉજી, વાયરલેસ ચાર્જિંગ અને વેંટીલેટેડ સીટ્સ જેવા ફીચર્સ છે. તેના ઉલ્લેખનીય ફીચર્સમાં સામેલ છે, 360-ડિગ્રી પાર્કિંગ કેમેરા, 6 એરબેગ્સ, બોલ્ડ થર્મોપ્રેસ્ડ ફ્રંટ ક્રોમ ગ્રીલ, 18-ઇંચ ડ્યુઅલ ટોન એલોય અને ડ્યુઅલ ટોન ઇંટીરિયર તેમ જ એક્સટીરિયર વિકલ્પો.
MG હેક્ટર હે ભારતની પ્રથમ ઇન્ટરનેટ SUV છે,જે ઘણી ખૂબીઓ આ ઉદ્યોગમાં પ્રથમવાર લઈ આવી છે અને તેના સેગમેન્ટમાં તેણે એક બેંચમાર્ક સ્થાપિત કરી દીધો છે. આ ખૂબીઓમાં સામેલ છે, પ્રીમિયમ અકાઉંટ અને આધુનિક 48V માઇલ્ડ-હાઇબ્રિડ આર્કિટેક્ચર સાથે ઇન-બિલ્ટ ગાના એપ. અત્યાર સુધી ભારતના 65 શહેરોમાં 250+ કસ્ટમર ટચપોઇંટ્સ સાથે હેકટરે MG ને ઇચ્છિત વેગ પણ આપેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.