આપની આજ 14-02-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ,લ,ઈ): આ સમય બહારની ગતિવિધિઓની જગ્યાએ નજીકના સંપર્કોને મજબૂત કરવામાં ધ્યાન કેન્દ્રિત કરો. ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક પરિસ્થિતિ બનાવી રહ્યું છે.
વૃષભ(બ,વ,ઉ): પરિસ્થિતિના કારણે કાર્યોમાં આવી રહેલી મુશ્કેલીઓમાં આજે થોડો રાહત મળશે. કોઇ પોલિસીમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.
મિથુન(ક.છ.ઘ): આજે બપોર પછી પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહેશે. જાે કોઇ પોલિસી વગેરેમાં રોકાણ કરવા જઇ રહ્યા છો તો તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવી.
કર્ક(ડ,હ): આ સમયે ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક અને સુખમય પરિસ્થિતિ બનાવી રહ્યું છે. ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી યોજના પણ બનશે.
સિંહ(મ,ટ): કોઇપણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરતી સમયે ઘરના વડીલોની સલાહ તથા આશીર્વાદ જરૂર લેવાં. તમારી સફળતા નિશ્ચિત છે. ઘણાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનો પણ આજે ઉકેલ મળી જશે.
કન્યા(પ,ઠ,ણ): સમય અનુકૂળ છે. તમારી પ્રતિભાઓને વધારે સારી બનાવો. યોજનાઓને શરૂ કરવામાં પણ તમારી ઊર્જા લગાવો. તમે જે કામ માટે ઘણાં સમયથી કોશિશ કરી રહ્યા હતાં તે કામ આજે પૂર્ણ થવાનું છે.
તુલા(ર.ત.): આજે તમારા વ્યક્તિગત કાર્યોની જગ્યાએ પોતાની આંતરિક શક્તિઓને ફરી એકઠી કરવામાં ધ્યાન આપો. આ સમયે ભાગ્ય અને ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે.
વૃશ્ચિક(ન.ય.): છેલ્લાં થોડા સમયથી તમે જે કાર્ય પ્રત્યે મહેનત કરી રહ્યા હતાં, તેનું યોગ્ય પરિણામ હવે મળવાનું છે. તમારી અંદર થોડાં ક્રાંતિકારી વિચાર ઊભા થઇ રહ્યા છે.
ધન(ભ,ધ,ફ,ઢ): આ સમય માત્ર વિચારોમાં ન રહીને હકીકતને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિનો સામનો કરો. સમય અનુકૂળ છે, તમને સફળતા ચોક્કસ મળશે.
મકર(ખ.જ.): આજે તમારી મુલાકાત કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે થઇ શકે છે. એટલે તમે તમારી અંદર પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો.
કુંભ(ગ,સ,શ,ષ): આજે રોજિંદા જીવનથી રાહત મેળવવા માટે થોડો સમય રસના કાર્યોમાં પસાર કરશો. જેથી તમે તમારી અંદર ફરી ભરપૂર ઊર્જા અનુભવ કરશો.
મીન(દ,ચ,ઝ,થ): આજે તમારો મોટાભાગનો સમય પરિવારની વ્યવસ્થા અને દેખરેખમાં પસાર થશે. ઘરની અનેક સમસ્યાઓને ઉકેલવામાં પણ તમારી કોશિશ સફળ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.