દેશને Google Mapsનો વિકલ્પ આપવા માટે MapmyIndia અને ISROની ભાગીદારી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વર્તમાન સમયે જો આપણે મેપ અથવા તો લોકેશન બેજ માહિતિની વાત કરે તો તેના માટે આપણી પાસે ક જ ઓપશ્ન છે, તેનું નામ છે ગૂગલ મેપ. આપણે બધા લગભગ ગૂગલની આ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે હવે દેશના લોકોને આ સુવિધાનો બીજો વિકલ્પ મળી શેક છે. જેના માટે MapmyIndia અને ISRO એ ભાગીદારી કરી છે. આ બંનેએ મેપિંગ અને લોકેશન બેઝ અન્ય સર્વિસ વિકસિત કરવા માટે ભઆગી દારી કરી છે.

આ નવી ભાગીદારી અંતર્ગત મેપમાયઇન્ડિયામના ડિજિટલ મેપ અને ઇસરોના સેટેલાઇટ ઇમેજનરી તેમજ અર્થ ઓબ્ઝર્વેશનના કેટલોગનો ઉપયોગ કરવામાં આવશે. એક ઓફિશ્યલ નિવેદનમાં મેપમાયઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું કે મેપ્સ અને જિયોસ્પેશિયલ સર્વિસ માટે ભારતના પોતાના વિકલ્પના અનેક ફ્યદો પણ છે. કંપનીએ દાવો કર્યો છે કે તેઓ સુનિશ્ચિત કરશે કે ભારતની સરહદો ભારત સરકારના નિર્દેશ પ્રમાણે દર્શાવવામાં આવશે. આ નિર્ણને આત્મનિર્ભર ભારતની દિશામાં ગણાવવામાં આવી રહ્યો છે.

કંપનીના સીઇઓ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે તેમની તરફથી જે સર્વિસ આપવામાં આવશે તે વિદેશી મેપ સર્વિસ કરતા વધારે જાણકારી આપશએ ને સાથે જ પ્રાઇવસીનું પણ વધારે ધ્યાન રાખશે. જો કે વર્તમાન સમયે MapmyIndia અને ISRO તરફથી આ સર્વિસ લોન્ચ કરવાની ટાઇમલિમિટને લઇને કંઇ કહેવામાં આવ્યું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.