Rakhewal | 11-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
દાંતીવાડાના આકોલી પ્રાથમિક શાળામાં શિક્ષકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર.

પાલનપુરમાં જમીન નામે કરવા માતા અને બહેનનું નામ કમી કરવાનો કારસો, બે ભાઈ, કાકા અને અન્ય એક સામે ગુનો દાખલ.

ડીસા વોર્ડ નંબર ૨ ના રીજમેન્ટ વિસ્તારના રહીશો દ્વારા પાણીના માટલા ફોડી ચુંટાયેલા સદસ્યો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

ધાનેરાના સામરવાડાથી ફતેપુરા સોતવાડા ડાયવર્ઝન આપેલ રસ્તા પર અકસ્માતની ભીતિ, બાઈક ચાલકના મોત બાદ પણ રસ્તો રીપેર ન કરાતા લોકોમાં રોષ.

અમીરગઢના કપાસિયા ગામમાં નંદીને માર મારનાર ઈસમોને ૩ ટ્રેકટરની ટ્રોલી ભરીને ઘાસ તેમજ ૩ બોરી અનાજનો દંડ આપવામાં આવ્યો.

ગૌચરમાંથી વગર ઠરાવે ખાનગી કંપનીને માટી આપતા થરાદના ભોરડુ ગામના સરપંચ ફરી સસ્પેન્ડ, જીલ્લા વિકાસ અધિકારીએ ફરી કેસ ચલાવતા ગેરરીતિના તથ્યો દેખાતા કાર્યવાહી કરી.

ભરણપોષણના કેસમાં લાખણી કોર્ટનું કડક વલણ, આરોપીને ૧૨૫૮ દિવસની સખ્ત સજા ફટકારી જેલના હવાલે કર્યો…

ગુજરાતમા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા સાથે ‘ગુજરાઈટ’ અભિયાન લોન્ચ કર્યું, કોંગ્રેસ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં આ અભિયાનથી લોકોના અધિકારની વાત કરશે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઇ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે 20 બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ITIમાં ટ્રેનિંગ ક્લાસિસ ફરી શરુ થશે, મોનિટરિંગ માટે નોડલ ઓફિસર નિમાશે.

કચ્છના દરિયાની સામે જ પાકિસ્તાન, રશિયા અને અમેરિકા સહિત 46 દેશો સાથે કરશે મરિન કવાયત!

કોરોના મહામારીમાં સ્કૂલો બંધ રહેતા રાજ્યમાં 94 ટકા વિદ્યાર્થીઓએ ઘેરબેઠાં ઓનલાઇન શિક્ષણ મેળવ્યું, 5.72 ટકા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત.

નકલી લગ્ન કરીને 50થી વધુ પરિવારોને લૂંટનારી 9 દુલ્હનો અરેસ્ટ; મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં રેકેટ ફેલાવ્યું હતું.

પેટ્રોલ-ડીઝલના ભાવ 41 દિવસમાં 14 વખત વધ્યા, વૈશ્વિક બજારોમાં ક્રૂડનો ભાવ વધતાં હજી પણ ઈંધણના ભાવ વધવાની શક્યતા.

કેન્દ્રએ ટ્વિટર, ફેસબુકને કહ્યું – જો તમારે ભારતમાં બિઝનેસ કરવો હોય તો અમારી શરતે કરો; નહીં તો કાર્યવાહી કરાશે.

રાજ્યસભામાં રાજનાથસિંહની મોટી જાહેરાત, કહ્યું – LAC પર સમજૂતી થઈ, પેંગોંગથી ચીની સેના પીછે હટ કરશે, ભારતે કંઈ જ ગુમાવ્યું નથી.

ન્યૂ કેલેડોનિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, દરિયામાં 3 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં; સુનામીની આશંકાને પગલે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ફિઝીમાં એલર્ટ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.