ભારત પાસેથી વેક્સિન મેળવીને ભાવુક થયા ડોમિનિકાના PM, જાતે કર્યું અનલોડિંગ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારત પાસેથી કોરોના વેક્સિન મેળવ્યા બાદ ડોમિનિકન ગણરાજ્યના વડાપ્રધાન રૂજવેલ્ટ સ્કેરિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકોની ભરપૂર પ્રશંસા કરી છે. ભારતે આ દ્વીપીય દેશને કોરોના વેક્સિનના 35,000 ડોઝ મોકલ્યા છે. આ કારણે ત્યાંની 72,000ની વસ્તી પૈકીના અડધા લોકોના જીવનની રક્ષા થઈ શકશે.

ભારતે અત્યાર સુધીમાં 15 કરતા પણ વધારે દેશોને કોરોના વેક્સિનના ડોઝ મોકલ્યા છે. પહેલા અનેક પાડોશી દેશોને ભારત દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિન મોકલવામાં આવી હતી. હવે મૈત્રી પહેલ અંતર્ગત બારબાડોસ અને ડોમિનિકા ખાતે ‘મેડ ઈન ઈન્ડિયા’ વેક્સન મોકલવામાં આવી છે. ડોમિનિકાના વડાપ્રધાન વેક્સિન મળવાથી એટલા ભાવુક થઈ ગયા હતા કે તેઓ જાતે જ વેક્સિન ઉતારવામાં મદદ કરવા પહોંચી ગયા હતા.

વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, સદ્ભાવનાનો એક સંકેત, સમર્થનનું એક ઉદાહરણ. મેડ ઈન ઈન્ડિયા વેક્સિન ડોમિનિકા પહોંચી. ભારતે સ્વદેશી વેક્સિનને બારબાડોસ, ભૂતાન, માલદીવ, નેપાળ, મ્યાંમાર અને બાંગ્લાદેશ સહિત અનેક દેશો સુધી પહોંચાડી છે.

આ તરફ બારબાડોસના મહિલા વડાપ્રધાન મિઆ મોટલીએ વેક્સિન પહોંચાડવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. ભારત સરકાર અને ભારતના લોકોનો આભાર વ્યક્ત કરતા તેમણે લખ્યું હતું કે, ‘મને વિશ્વાસ છે કે તમે મજામાં અને સુરક્ષિત છો. મારી સરકાર અને અહીંના લોકો વતી હું તમારી સરકાર અને ભારતવાસીઓનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું. કોરોના વેક્સિન આપવા બદલ આપનો ખૂબ આભાર.’

ઉલ્લેખનીય છે કે ભારતે રવિવારે વેક્સિન મૈત્રી પહેલ અંતર્ગત બારબાડોસ અને ડોમિનિકાને કોવિશીલ્ડ વેક્સિનનો પહેલો જથ્થો મોકલ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.