પ.બંગાળ તથા આસામ બાદ હવે, કેરેલા – તામિલનાડુ અને પોંડીચેરીમાં ચૂંટણીની તૈયારી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ટુંક સમયમાં ચૂંટણીપંચ આ રાજયોની પણ મુલાકાત લેશે

દેશમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચુંટણી માટેની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. ચુંટણી પંચનું એક પ્રતિનિધી મંડળ હાલમાં પશ્ર્ચિમ બંગાળની મુલાકાતે જઇ આવ્યુ હતુ. અને હવે તામીલનાડુ, પોંડીચેરી તથા કેરલાની મુલાકાતે પંચનુ પ્રતીનીધી જશે. માર્ચથી મે માસ સુધીમાં દેશના 4 મહત્વના રાજયોમાં ધારાસભાની ચુંટણીઓ યોજાવાની છે.

જેમાં સૌ પ્રથમ પ.બંગાળની ચુંટણીઓ યોજાશે અને ત્યારબાદ તામીલનાડુ, પોંડીચેરી અને કેરેલાની ચુંટણીનો કાર્યક્રમ એકસાથે જાહેર થાય તેવી શકયતા છે. આ ઉપરાંત આસામમાં પણ આ વર્ષે ચુંટણી યોજાવાની છે અને તે પણ જુન સુધીમાં યોજાય જાશે તેવા સંકેત છે. આમ સંસદનું સત્ર પુરુ થયા બાદ દેશમાં ચુંટણીનું વાતાવરણ શરુ થઇ જાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.