ડીસામાં વધુ એક યુવતી ઉપર દુષ્કર્મની ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દિયોદર, રૈયા : બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગુનાખોરીની ઘટના ઓમાં નોંધપાત્ર વધારો થયો છે તાજેતરમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારના બનાવોમાં પણ વધારો થવા પામ્યો છે છેલ્લા બે દિવસમાં ડીસામાં બે મહિલાઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે જેમાં ગત રોજ એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાને મોબાઈલના માધ્યમથી મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યુ હતું ત્યારબાદ વધુ એક યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
આ અંગેની પોલીસ ફરિયાદની વિગતો જાેતા ડીસામાં હાઇવે સ્થિત એક સોસાયટીમાં રહેતી અને

ઘરકામ કરી પરિવારને મદદરૂપ થતી યુવતી મોબાઈલના ફેસબુકથી તરૂણકુમાર મીઠાલાલ ઠક્કર (માધવાણી) ના સમ્પર્કમાં આવેલ. જે દરમિયાન તરૂણે તેને મોલમાં ૧૦ હજારના પગારની નોકરી આપવાની લાલચ આપી બગીચા નજીક મળવા બોલાવી હતી. બાદમાં નાસ્તો કરવાના બહાને તરુણ આ યુવતીને કારમાં બેસાડી સ્પોર્ટસ કલબ નજીક સીટી પ્લાઝા હોટલમાં લઈ ગયો હતો અને તેને ચપુ બતાવીને ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું તેમજ આ બાબત કોઈને કહીશ તો જાનથી મારી નખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના બાબતે પીડિત યુવતીએ આ બાબતની જાણ તેના ધરમના ભાઈને કરી હતી અને તેના પરિવારજનો સાથે ડીસા દક્ષિણ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણકુમાર મીઠાલાલ ઠક્કર (માધવાણી) ગોલ્ડનપાર્ક ડીસા તેમજ કાર ચાલક વિરુદ્ધ ઇ. પી. કો. કલમ ૩૭૬, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.