ઓરિએન્ટ ઇલેક્ટ્રિકે ઇમર્જન્સી એલઇડી લાઇટ્સની નવી શ્રેણી લોંચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

રાષ્ટ્રીય, અબજ ડોલરનું કદ ધરાવતા વૈવિધ્યસભર સીકે બિરલા ગ્રૂપનો હિસ્સો ઓરિએન્ટ ઇલેક્ટ્રિક લિમિટેડે ઇમર્જન્સી એલઇડી લાઇટિંગ સોલ્યુશન્સની નવી શ્રેણી લોંચ કરી છે, જે વીજળી ન હોવાની સ્થિતિમાં 4 કલાક સુધી બેકઅપ લાઇટિંગ પ્રદાન કરે છે. આ શ્રેણીમાં એલઇડી બલ્બ, એલઇડી બેટન, એલઇડી રિસેસ પેનલ અને બલ્કહેડ સામેલ છે, જે લાઇટિંગના નિયમિત સ્રોત કરીકે ઉપયોગમાં લઇ શકાય છે અને જ્યારે વીજળી કાપ હોય ત્યારે આપમેળે ઇમર્જન્સી મોડમાં સ્વિચ થઇને તમારી જગ્યાને પ્રકાશિત રાખે છે અને સામાન્ય પ્રવૃત્તિઓને ચાલુ રહેવામાં સક્ષમ બનાવે છે.

ઓરિએન્ટ ઇલેક્ટ્રિકના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ પુનિત ધવને જણાવ્યું હતું કે, “વારંવાર વીજ કાપથી સામાન્ય જીવનમાં વિક્ષેપ સર્જાય છે અને તેના કારણે નાની રિટેઇલ શોપ્સ, સલૂન, ફુડ આઉટલેટ્સ, મોબાઇલ રિટેલર્સ વગેરે જેવાં વ્યવસાયોને ઘણી અસર થાય છે. આ બાબતને લક્ષ્યમાં રાખતાં અમે ઘરો, નાની ઓફિસ અને રિટેઇલ શોપ્સ માટે ઇમર્જન્સી એલઇડી લાઇટ્સની અમારી નવી શ્રેણી રજૂ કરી છે, જેમાં બલ્બ્સ, બેટન્સ, રિસેસ પેનલ અને બલ્કહેડ્સ સામેલ છે. આ ઇમર્જન્સી એલઇડી લાઇટ્સ હાલમાં ઉપયોમાં લેવાતી એલઇડી લાઇટ્સ જેવી જ છે અને સમાન સોકેટમાં ફીટ થઇ જાય છે. જોકે, વીજ પુરવઠો ખોરવાય ત્યારે તે ઇમર્જન્સી મોડમાં સ્વિચ થઇને 4 કલાકનો બેકઅપ આપે છે. જ્યારે વીજ પુરવઠો યથાવત્ થાય ત્યારે તે સામાન્ય કામગીરીમાં આવી જાય છે તથા ઉપયોગમાં લેવાયા દરમિયાન રિચાર્જ થઇ જાય છે. મહત્વપૂર્ણ છે કે તેને પોર્ટેબલ લાઇટ સોર્સ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે, ઉદાહરણરૂપે ઇમર્જન્સી એલઇડી બલ્બ બાઇસિકલના હેડલાઇટ તરીકે પણ કામ કરી શકે છે. સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા અમારી એલઇડી લાઇટ્સ ઉર્જા કાર્યક્ષમ છે અને ટૂંકો પ્લેબેક સમય ધરાવે છે. આ લોંચ સાથે અમે આ શ્રેણીમાં વિકાસ સાધવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ તેમજ ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તા, બ્રાન્ડેડ ઇમર્જન્સી લાઇટિંગ ફિક્સચર્સ પ્રાપ્ત કરવાની તક મળશે.”

ઓરિએન્ટની નવી ઇમર્જન્સી એલઇડી લાઇટ્સમાં ઇન-બિલ્ટ બેટરી છે, જે નિયમિત વીજ પુરવઠા દરમિયાન આપમેળે ચાર્જ થઇ જાય છે અને વીજકાપની સ્થિતિમાં ઇમર્જન્સી મોડ એક્ટિવેટ થઇ જાય છે. વિશ્વસનીય અને ખર્ચ કાર્યક્ષમ ઓરિએન્ટની ઇમર્જન્સી એલઇડી લાઇટ્સ ચાર્જિંગ પ્રોટેક્શન ધરાવે છે તથા 25,000 કલાક સુધી લાંબી મેન્ટેનન્સ-ફ્રી લાઇફ ધરાવે છે. કંપનીએ સમર્પિત એસએમએસ સર્વિસ પણ શરૂ કરી છે, જેથી પ્રોડક્ટ અંગે જાણકારી પેદા કરી શકાય અને વેચાણમાં મદદ કરી શકાય તેમજ રસ ધરાવતા ગ્રાહકો વિગતો માટે “56161” ઉપર “EMLIGHTS” ટેક્સ્ટ મોકલી શકે છે.

ઉલ્લેખનીય છે કે ઓરિએન્ટ ઇલેક્ટ્રિક ભારતમાં સૌથી ઝડપી વૃદ્ધિ સાધતી લાઇટિંગ કંપનીઓ પૈકીની એક છે અને વૈવિધ્યસભર એલઇડી-કેન્દ્રિત પોર્ટફોલિયો સાથે સંપૂર્ણ સંકલિત આરએન્ડડી અને કમ્પિટન્સ સેન્ટર ધરાવે છે, જે ઇલેક્ટ્રોનિક્સ અને ડ્રાઇવર્સની ડિઝાઇન તથા એલઇડી પ્રોડક્ટ્સ માટે પીસીબી ઉપર કેન્દ્રિત છે. તેના લાઇટિંગ પોર્ટફોલિયોમાં કંપની નવીન પ્રોડક્ટ્સ લાવવા ઉપર કામ કરે છે, જે સુરક્ષિત અને ઉર્જા કાર્યક્ષમ હોય.

2.4અબજડોલરનુંટર્નઓવરધરાવતાવૈવિધ્યસભરસીકેબિરલાજૂથનોએકભાગછેતેમજભારતમાંકન્ઝ્યુમરઇલેક્ટ્રિકલપ્રોડક્ટ્સમાંવિશ્વસનીયબ્રાન્ડછે. કંપની અદ્યતનઉત્પાદનસવલતસાથેઅને 40થીવધુદેશોમાંઉપસ્થિતિધરાવેછે. તેપંખા, હોમએપ્લાયંસીસ, લાઇટીંગઅનેસ્વીચગિયરસહિતઉપભોક્તાઇલેક્ટ્રીકલસોલ્યુશન્સમાંવૈવિધ્યરૂપીપસંદગીઓફરકરેછે. સ્થાનિકમાર્કેટમાંતે 4,000 ડીલર્સઅને 1,25,000 રિટેઇલઆઉટલેટ્સતેમજ 450થીવધુશહેરોમાંમજબૂતસર્વિસનેટવર્કસાથેનાનાગામોમાંઉપસ્થિતિધરાવેછે. ઓરિએન્ટઇલેક્ટ્રીકેલાઇફસ્ટાઇલઇલેક્ટ્રીકલસોલ્યુશન્સનાવનસ્ટોપપ્રોવાઇડરતરીકેપોતાનીજાતનેસ્થાપિતકરીછે. વધુમાહિતીમાટે www.orientelectric.comની મુલાકાતલો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.