ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે, પ્રદેશના નેતાઓ સાથે કરશે બેઠક

ગુજરાત
ગુજરાત

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં ચૂંટણી માહોલ ગરમાયેલો છે. મહાનગરપાલિકાની ચૂંટણીની ટીકીટોની ફાળવણી બાદ ભાજપમાં કહી ખુશી, કહી ગમનો માહોલ છે એ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની ઉડતી મુલાકાત કરવાના છે.

અમિત શાહ પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરની સંકલન બેઠક માટે અમદાવાદ આવી રહ્યાં હોવાનું જણાવાઇ રહ્યું છે તેમજ તેઓ પ્રદેશના નેતાઓ સાથે પણ બેઠક કરશે. જ્યારે બીજી બાજુ એવી પણ ચર્ચા પણ થઈ રહી છે કે તેઓ ટીકિટ ફાળવણી બાદ ઉભી થયેલી નારાજગી અને ડેમેજ કંટ્રોલ માટે આવી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.