ઉત્તરાખંડમાં ડેમ તૂટતા જળપ્રલય, રાજકોટથી હરિદ્વાર ગયેલા 50 પ્રવાસીઓ સુરક્ષિત

ગુજરાત
ગુજરાત

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આજે રવિવારે ગ્લેશિયર પડવાને કારણે બંધ તૂટ્યો છે. આથી ધૌલીગંગા નદીમાં જળ સ્તર અચાનક વધી ગયું છે. ત્યારે રાજકોટથી 50થી વધુ પ્રવાસીઓ હરિદ્વાર ગયા છે. આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને મસૂરી સુરક્ષિત સ્થળે જવા રવાના થયા છે. રાજકોટ ડિઝાસ્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાથી પરિવારજનો હાશકારાની લાગણી અનુભવી રહ્યાં છે.

રાજકોટ ડિઝાસ્ટરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટથી 50થી વધુ પ્રવાસીઓ હરિદ્વાર ગયા છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત સ્થળોએ રહેવા તંત્રએ અપીલ કરી છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. મૈસુરી ટ્રકિંગ કેમ્પમાં ગયેલા પ્રવાસીઓનો સંપર્ક થઇ રહ્યો નથી.

હરીદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. તેના કારણે રાજ્ય સરકારે પણ અહીં હાઈઅલર્ટ આપી દીધી છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે અધિકારીઓ પાસેથી દુર્ધટના અંગેની માહિતી લીધી. તેમણે લોકોને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું સાવધાનીના ભાગરૂપે નદીનું પાણી રોકી દેવામાં આવ્યું છે. અલકાનંદ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમ પ્રભાવિત થયા છે. SDRFની ટીમ અલર્ટ પર છે.

16-17 જૂન 2013ના રોજ વાદળ ફાટવાથી રૂદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર, અલ્મોડા, પિથોરાગઢ જિલ્લામાં ભારે નુકસાન થયું હતું. આ દુર્ધટનામાં 4,400થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. 4,200થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. તેમાંથી 991 સ્થાનિક લોકો અલગ-અલગ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા. 11091થી વધુ પશુઓ પુરમાં તણાય ગયા હતા અથવા તો કાટમાળમાં દબાઈને મૃત્યુ પામ્યા હતા. ગ્રામીણોની 1309 હેક્ટર ભૂમિમાં વહી ગઈ હતી. 2141 ભવનોનું નામોનિશાન મટી ગયું છે. 100થી વધુ મોટી-નાની હોટલ તૂટી ગઈ હતી. ડિઝાસ્ટરમાં નવ નેશનલ હાઈવે, 35 સ્ટેટ હાઈવે અને 2385 રસ્તાઓ, 86 મોટર પુલ, 172 મોટા અને નાના પુલને નુકસાન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.