એથર એનર્જીએ અમદાવાદમાં રિટેઇલ કામગીરી શરૂ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતના પ્રથમ ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રિક સ્કૂટરના નિર્માતા એથર એનર્જીએ કટારિયા ગ્રૂપના સહયોગથી અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે આંબાવાડીમાં તેના પ્રથમ રિટેઇલ આઉટલેટ – એથર સ્પેસનું ઉદ્ઘાટન કર્યું હતું. એથરના ઉત્સાહી ગ્રાહકોના નેતૃત્વમાં ઉદ્ઘાટન કરાયું હતું કે જેઓ એથર સ્પેસનો અનુભવ સૌપ્રથમ કરવા માગતાં હતાં.

ભારતના સૌથી ઝડપી અને સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર એથર 450એક્સ એથર સ્પેસ ખાતે ઉપલબ્ધ બનશે અને ગ્રાહકો માટે સંપૂર્ણ સર્વિસ સપોર્ટથી સજ્જ રહેશે. અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર ડાયનામિક, ટેક્ટાઇલ અને ઇન્ટરેક્ટિવ સ્પેસ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયું છે. ગ્રાહકો વાહનના દરેક કોમ્પોનન્ટ્સ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકે છે તેમજ ડિસ્પ્લેમાં નેકેડ સ્કૂટર દ્વારા તેના ઉત્પાદનમાં એન્જિનિયરિંગ અને મિકેનિકલ સિદ્ધિઓ જોઇ શકે છે. સ્કૂટરના મુખ્ય કોમ્પોનન્ટ્સ જોવા ઉપરાંત વ્યક્તિ ડિજિટલ ડિસ્પ્લે દ્વારા ઇન્ટેલિજન્ટ અને કનેક્ટેડ ફીચર્સ સમજી શકે છે અને તેની સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે.

ગ્રાહકોને ઇલેક્ટ્રિક વિહિકલ્સ વિશે શિક્ષિત કરવા માટે એથર સ્પેસ ડિઝાઇન કરાયું છે, જે ઇન્ટરેક્ટિવ સ્પેસમાં સર્વગ્રાહી અનુભવ પ્રદાન કરશે. કંપનીએ જૂન 2018માં બેંગાલુરુમાં તેના પ્રથમ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું અને બીજું ચેન્નઇમાં શરૂ કર્યું હતું, જે બાદ આ વર્ષે મુંબઇમાં પણ સેન્ટર શરૂ કરાયું હતું. હવે અમદાવાદમાં ગ્રાહકો એથરે 450એક્સ ચલાવી શકે છે તથા વાહનના ઓર્ડર પહેલાં પ્રોડક્ટની વિવિધ વિશેષતાઓ અંગે જાણકારી મેળવી કરી શકે છે.

એથરે ગત વર્ષથી એથર 450એક્સના પ્રી-ઓર્ડર્સ સ્વિકારવાની શરૂઆત કરી હતી અને ત્યારથી સમગ્ર ગુજરાતના ગ્રાહકો તરફથી અદ્ભુત પ્રતિસાદ મેળવ્યો છે. તેના પરિણામે એથર એનર્જીના વિસ્તરણના બીજા તબક્કામાં સુરતની જાહેરાત કરાઇ છે, જ્યાં વર્ષ 2021ના બીજા ક્વાર્ટરમાં એક્સપિરિયન્સ સેન્ટર ખોલાશે.

એથરે અમદાવાદમાં તેના એથર ગ્રિડ પોઇન્ટ્સની સ્થાપનાની શરૂઆત કર્યાં બાદ અત્યાર સુધીમાં ત્રણ ફાસ્ટ ચાર્જિંગ પોઇન્ટ્સ સ્થાપ્યાં છે. આ ચાર્જિંગ પોઇન્ટ્સ રિજેન્ટા સેન્ટ્ર અંતરિમ – નવરંગપુરા, ઓફિઓલાઇટ્સ-સિંધુ ભવન રોડ અને ટી પોસ્ટ-સિંધુ ભવન રોડ ઉપર આવેલા છે. શહેરમાં ઇવીની સ્વિકાર્યતાને પ્રોત્સાહન આપવા માટે એથર એનર્જી તમામ ઇલેક્ટ્રિક 4-વ્હીલર અને 2-વ્હીલર માટે માર્ચ 2021 સુધી એથર ગ્રિડ ઉપર ફ્રી ચાર્જિંગ પ્રદાન કરશે તેમજ નેટવર્કમાં 10-12 વધુ ચાર્જિંગ પોઇન્ટ્સ ઉમેરશે.

એથરે 450એક્સને તેના અગાઉના એથર 450માંથી અપગ્રેડ કરાયું છે અને તે ભારતમાં સૌથી ઝડપી અને સ્માર્ટ સ્કૂટર્સ પૈકીનું એક છે, જે મુખ્યત્વે ત્રણ કલર્સ – ગ્રે, ગ્રીન અને વ્હાઇટ સાથે લિમિટેડ-એડિશન સીરિઝ 1માં ઉપલબ્ધ છે. સ્કૂટર 6kw પીએમએસએમ મોટર પાવર્ડ, નવી 2.9 kwh લિથિયમ-આયન બેટરીથી સજ્જ છે તથા 4 રાઇડિંગ મોડ્સ ધરાવે છે. ઇકો, રાઇડ અને સ્પોર્ટ ઉપરાંત એથરે નવા હાઇ-પર્ફોર્મન્સ મોડ વોર્પની રજૂઆત કરી છે. વોપ્ર મોડમાં એથર 450એક્સ માત્ર 3.3 સેકંડમાં 0થી40 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે, જે સાથે 125 સીસી કેટેગરીમાં તે ઝડપી સ્કૂટર બને છે અને શહેરના ટ્રાફિકમાં આગળ વધવાની પરફેક્ટ ચોઇસ છે. એથર 450એક્સ અગાઉના પ્રતિ મીનીટ 1.5 કિમી કરતાં 50 ટકા ઝડપી ચાર્જ થશે, જેનાથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કેટેગરીમાં તે સૌથી ઝડપી ચાર્જિંગ દર ધરાવે છે.

આ ઉપરાંત ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 4જી સીમ કાર્ડ અને બ્લુટુથ કનેક્ટિવિટિ પણ રહેશે, જેનાથી રાઇડર્સ તેમના ફોન કોલ અને મ્યુઝિકને ટચસ્ક્રીન ડેશબોર્ડ દ્વારા મેનેજ કરી શકશે. નવું 7 ઇંચ ટચસ્ક્રીન ડેશબોર્ડ 16Mની કલર ડેપ્થ અને સ્નેપડ્રેગન ક્વાડ-કોર પ્રોસેસર સાથે આવે છે. એથર 450એક્સ એન્ડ્રોઇડ ઓપન સોર્સનો ઉપયોગ કરે છે, જેથી ગુગલ મેપ નેવિગેશન, ઓન-બોર્ડ ડાયગ્નોસ્ટિક્સ તેમજ ઓવર-ધ-એર અપડેટ્સ, ઓટો ઇન્ડિકેટર ઓફ અને ગાઇડ-મી-હોમ લાઇટ્સ જેવી અનોખી વિશેષતાઓ ધરાવે છે.

એથર એનર્જી લોવર પાવર્ડ એથર 450 પ્લસ પણ ઓફર કરે છે, જે પ્રતિ કલાક 70 કિમીની ટોપસ્પીડ તથા ઇકો મોડમાં ટ્રુ રેન્જ 70 કિમી ઓફર કરે છે. એથર 450 પ્લસ પણ 4જી કનેક્ટિવિટિ, ઓનબોર્ડ નેવિગેશન અને અન્ય કનેક્ટેડ ફીચર્સ ઓફર કરે છે, પરંતુ તેમાં બ્લુટુથ કનેક્ટિવિટી અને હાઇ-પાવર્ડ વોર્પ મોડ નથી.

એથર 450એક્સની અમદાવાદમાં એક્સ-શોરૂમ કિંમત રૂ. 161,426 અને એથર 450 પ્લસની કિંમત રૂ. 142,416 છે.

એથર એનર્જીના ચીફ બિઝનેસ ઓફિસર રવનિત ફોકેલાનો ક્વોટઃ
“એથર એનર્જીની વેલ્યુ પ્રપોઝિશનને પ્રદર્શિત કરવા માટે અમારા એક્સપિરિયન્સ સેન્ટર ડિઝાઇન કરવામાં આવ્યાં છે, જે ઇન્ટેલિજન્સ આધારિત બેજોડ અનુભવ પ્રદાન કરે છે. અહીં લોકો સ્કૂટર્સને એક્સપિરિયન્સ કરીને હાઇ-પર્ફોર્મન્સ ઇલેક્ટ્રિક વિહિકલ્સના નિર્માણમાં અમારા પ્રયાસોને સમજી શકે છે તથા ઇલેક્ટ્રિક ફ્યુચરનો હિસ્સો બની શકે છે. સામાન્ય રીતે એથર એક્સપિરિયન્સ સેન્ટરમાં ગ્રાહક સરેરાશ આશરે 45 મીનીટ પસાર કરે છે, જે તેની કેટેગરીમાં વિશેષ છે. કટારિયા ગ્રૂપે અમારી વિચારધારાને જીવંત બનાવવામાં અજોડ ભૂમિકા ભજવી છે અને અમે તેમની સાથે ભાગીદારી કરતાં ખુશી અનુભવીએ છીએ.”

કટારિયા ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ધર્મેન્દ્ર મિશ્રાનો ક્વોટઃ
“એથર એનર્જી સાથે અમદાવાદમાં રિટેઇલ પાર્ટનર તરીકે જોડાતા અમે ગર્વ અનુભવીએ છીએ. અમે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં બેસ્ટ ઇન ક્લાસ ખરીદીનો અનુભવ પ્રદાન કરવા સજ્જ છીએ. અમે એક્સપિરિયન્સ સેન્ટર ખોલતાં પહેલાથી જ ગ્રાહકોના સકારાત્મક પ્રતિસાદથી ઉત્સાહિત છીએ.”
એથર એનર્જી વિશેઃ

એથર એનર્જી ભારતની પ્રથમ ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રિકલ વિહિકલ મેન્યુફેક્ચરર પૈકીના એક છે, જેની સ્થાપના વર્ષ 2013માં આઇઆઇટીના પૂર્વ વિદ્યાર્થી તરૂણ મહેતા અને સ્વપ્નિલ જૈને કરી હતી. તેને ફ્લિપકાર્ટના સ્થાપક સચિન બંસલ અને બિન્ની બંસલ, હિરો મોટોકોર્પ અને ટાઇગર ગ્લોબલનો સહયોગ પ્રાપ્ત છે. એથર એનર્જીએ વર્ષ 2018માં તેનું પ્રથમ ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર – એથરે 450 લોંચ કર્યું હતું, જે બાદ વર્ષ 2020માં તેમની નવી ફ્લેગશીપ ઓફરિંગ એથર 450એક્સ રજૂ કરાઇ છે. એથરે વ્યાપક પબ્લિક ચાર્જિંગ નેટવર્ક એથર ગ્રિડની સ્થાપના કરી છે, જે ભારતમાં ડિઝાઇન અને નિર્મિત છે. ભારતમાં 94 ચાર્જિંગ પોઇન્ટ્સ સાથે એથર ગ્રિડ દેશમાં ઇલેક્ટ્રિક વિહિકલ્સ માટે સૌથી મોટું ફાસ્ટ-ચાર્જિંગ નેટવર્ક્સ પૈકીનું એક છે. કંપનીની પ્રોડક્ટ લાઇને ડિઝાઇન, ઓટોમોટિવ અને ટેક્નોલોજી કેટેગરીમાં 30 એવોર્ડ્સ જીત્યાં છે. 60થી ભારતીય અને આંતરરાષ્ટ્રીય પેટન્ટ એપ્લીકેશન્સ, 109 ટ્રેડમાર્ક્સ અને 118 ભારતીય અને આંતરરાષ્ટ્રીય ડિઝાઇન પોતાના નામે કરવા સાથે એથર એનર્જી ગ્રાહકોને માલીકીનો શક્ય હોય તેટલો ઉત્તમ અનુભવ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. એથર એનર્જી હાલમાં બેંગાલુરુ, ચેન્નઇ, હૈદરાબાદ, પૂના, અમદાવાદ અને મુંબઇમાં કામગીરી ધરાવે છે તથા વર્ષ 2021માં કુલ 27 શહેરોમાં વિસ્તરણ કરશે.
કટારિયા ગ્રૂપ વિશેઃ

કટારિયા ગ્રૂપ ગુજરાતમાં સૌથી વૈવિધ્યસભર ગ્રૂપ પૈકીનું એક છે, જેની સ્થાપના વર્ષ 1956માં ટ્રાન્સપોર્ટ કંપની તરીકે કરવામાં આવી હતી તથા વર્ષ 1990 સુધીમાં તે સૌથી મોટા લોજીસ્ટિક ગ્રૂપ પૈકીના એક તરીકે ઉભરી આવ્યું હતું. તેણે 90ના દાયકામાં ઓટોમોબાઇલ બિઝનેસમાં ઝંપલાવ્યું અને ટૂંક સમયમાં મારૂતિ સુઝુકી, ડાયલેમર સીવી, પોર્શ, હોન્ડા અને ટીવીએસ જેવાં પ્રતિષ્ઠિત ઓઇએમ પાર્ટનર સાથે ગુજરાત અને બેંગાલુરુમાં વિસ્તરણ કર્યું. કટારિયા ઓટોમોબાઇલ્સ સૌથી વધુ વેચાણ કરતી પેસેન્જર કાર્સ કંપની પૈકીની એક છે, જે ઇન્ડિયા અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.