મુંબઇના માનખુર્દ વિસ્તારમાં ભિષણ આગ, ફાયર ફાઇટરની 19 ગાડીઓ ઘટના સ્થળે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઇના માનખુર્દ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગનો આ બનાવ માનખુર્દ વિસ્તારમાં આવેલ કુર્લા સ્ક્રેપમાં લાગી છે. આગ એટલી ભીષણ છે કે 15થી 20 ફૂટ સુધી ધૂમાડાના ગોટા ઉછળી રહ્યા છે. આગની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની 19 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ અંગે મળતી માહિતિ પ્રમાણે બપોર બાદ 2 વાગેને 44 મિનિટ ઉપર આગ લાગી હતી. આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરુ છે. અત્યાર સુધી આગના કારણે કોઇ જાનહાનિ કે ઇજાની જાણકારી સામે આવી નથી.

આગની જ્વાળા દૂર સુધી દેખાઇ રહી છે. જ્યાં આગ લાગી છે તેની આસપાસ મોટી ઝૂપડપટ્ટી આવેલી છે. ત્યારે આ ભીષણ આગ આ ઝૂપડપટ્ટીમાં ફએલાવાનો પણ ભય છે. આ સિવાય આ સક્રેપ વિસ્તારમાં મોટા સંખ્યામાં લાકચડાઓ અને જ્વલનશીલ પદાર્થોને રાખવામાં આવે છે, તે પણ ચિંતાનો વિષય છે.

ફાયર ફાયટરની ટેકનિકલ ભાષામાં કહીએ તો આ લેવલ ત્રણની આગ છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે સ્ક્રપ મટીરીયલમાં આ આગ લાગી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.