ખેડૂત આંદોલન વચ્ચે આ રાજ્યનો મોટો નિર્ણય, ખેડૂતોનુ 12000 કરોડનુ દેવુ માફ કર્યુ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે તામિલનાડુ સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને રાજી કરવા માટે મોટો નિર્ણય લીધો છે.

તામિલનાડુએ રાજ્યના ખેડૂતોનુ 12000 કરોડ રુપિયાનુ દેવુ માફ કરી દીધુ છે.આ એવુ દેવુ છે જે ખેડૂતોએ કો ઓપરેટિવ બેન્કોમાં ભરપાઈ કરવાનુ છે.સરકારના નિર્ણયથી 16 લાખ જેટલા ખેડૂતોને સીધો ફાયદો થશે.

આ પહેલા તામિલનાડુ સરકારે 1 ફેબ્રુઆરીએ ખેડૂતો માટે બીજી યોજનાની જાહેરાત પણ કરી હતી.મુખ્યમંત્રી કે. પલાની સ્વામીએ એલાન ક્યુ હતુ કે, જાન્યુઆરીમાં થયેલા વરસાદના કારણે ખેડીતને નુકસાન થયુ છે તે ભરપાઈ કરવા માટે સરકાર રાજ્યના ખેડૂતોને 1167 કરોડ રુપિયાની સહાય કરશે.જે સીધી ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં જમા થશે.કારણકે રાજ્યમાં વરસાદના પગલે 6.62 લાખ હેક્ટર પરની ખેતી બરબાદ થઈ છે.

તેમણે કહ્યુ હતુ કે, ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં લઈને સરકારે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ખેડૂતોને રાજ્યના રાહત ભંડોળમાંથી સહાયતા કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.