કોરોના સમયમાં – રેલવેની આવકમાં 36,993 કરોડનું ગાબડુ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોનાકાળને કારણે રેલ્વેની કમાણીને પણ ફટકો પડયો છે અને 2020માં આવકમાં 36993 કરોડનો ઘટાડો થયાનું રેલ્વેપ્રધાન પિયુષ ગોયલે સંસદમાં જાહેર કર્યુ હતું. લોકસભામાં એક લેકિત સવાલના જવાબમાં રેલવેપ્રધાને કહ્યું કે કોરોના મહામારી લોકડાઉન તથા રેગ્યુલર ટ્રેનો શરૂ થઈ ન શકવાના કારણોસર આવકમાં ગાબડુ પડયું છે.

ડીસેમ્બર 2020 સુધીમાં ટ્રાફીક આવકમાં 36993.82 કરોડનો પ્રવાસી આવક જ ઘટી હતી. કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે લોકોની બીનજરૂરી હેરફેર ટાળવા માટે રેલ્વેએ હજુ રેગ્યુલર ટ્રેનો ચાલુ કરી નથી. રાજયો તથા સંબંધીત વર્ગોના સૂચનો-ભલામણોના આધારે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના પરિવારની પ્રક્રિયા તબક્કાવાર ચાલુ કરાઇ છે. તા.1 માર્ચથી અગાઉ જેવો જ રેલ વ્યવહાર પૂર્વવત થઇ જશે તેવી ગણતરી છે. હાલ જે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવે છે તેમાં પૂરતા મુસાફરો હજુ ઉપલબ્ધ નથી. પરંતુ જો નિયમીત રીતે આંતરીક મુસાફરીની ટ્રેનો દોડવા માંડે તો અપડાઉન સહિતના મુસાફરો વધશે. ઉપરાંત તા.1થી મુંબઇની પરાની ટ્રેનો શરૂ થઇ ગઇ છે અને તેમાં પણ તબક્કાવાર ટ્રાફીક વધશે જેના કારણે આગામી 6 મહિનામાં રેલવે તેની ગુમાવેલી આવક સરભર કરી શકે છે. જો કે રૂા.36 હજાર કરોડનું મોટુ ગાબડુ પડયુ છે. તેમાં કેન્દ્રીય બજેટમાં રેલવેને મોટો બજેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે અને તેથી રેલવેની યોજનાને અસર થશે નહી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.