ગુજરાતમાં જાન્યુ-21માં જીએસટી કલેકશન રેકોર્ડ બ્રેક રૂા.7769 કરોડ

ગુજરાત
ગુજરાત

રાજયમાં કોરોના પછીથી રીકવરી વધી રહી છે: ઉત્પાદક-ક્ધઝયુમર્સ બન્નેનો લાભ : ડિસેમ્બરના કલેકશન કરતા 8.6% નો વધારો: 82 લાખ ઈ-વે બીલ જનરેટ થયા: બીઝનેસ-ટુ-બીઝનેસ વ્યવહારો વધ્યા: પેટ્રોલ-ડિઝલના ભાવવધારાનો પણ લાભ રાજયની તિજોરીને મળશે

કેન્દ્રના બજેટ બાદ હવે આગામી 2 માર્ચના રોજ રાજયનું બજેટ નાણામંત્રી શ્રી નિતીન પટેલ રજુ કરશે અને તે પણ પેપરલેસ હશે. કેન્દ્રના બજેટમાં દેશના ગરીબોને ભાગ્યે જ કોઈ રાહત છે અને ભાવવધારાનો ડામ પણ લાગી શકે છે. તે વચ્ચે ગુજરાતના બજેટમાં પણ કોઈ મોટી રાહતની આશા નથી. જીએસટીના આગમન બાદ આડકતરા વેરામાં રાજયની સતા મર્યાદીત થઈ છે છતાં પણ પેટ્રોલ-ડીઝલ સહિતના ઈંધણ પર નો વેટ-મિલ્કતો પરની સ્ટેમ્પડયુટી અને રજીસ્ટ્રેશન તથા પ્રોફેશ્નલ ટેક્ષ, રોડ ટેક્ષ, આરટીઓ ફી વિ. રજુ રાજયના વિષયો છે જેમાં રાહત માટે માંગણી છે.

પરંતુ રાજય સરકાર કોરોના સંક્રમણમાં જે રીતે લોકડાઉનમાં ઘટેલી વેરા આવક ઉપરાંત રાજય સરકારને આરોગ્ય ફ્રી-રાશન સહિતના ખર્ચ કરવા પડયા છે. તેના કારણે તિજોરીમાં કપરી પરિસ્થિતિ છે તેવો દાવો છે પણ ગુજરાત સરકારની જીએસટી આવક રેકોર્ડ બ્રેક રૂા.7769 કરોડ જાન્યુઆરી 2021ની નોંધાઈ છે. જાન્યુઆરી 2020માં આ રકમ રૂા.7330 કરોડની હતી. આમ રાજયની જીએસટી આવક પ્રી કોવિડ ગાળામાં પહોંચી ગઈ છે. રાજયના કોમર્શિયલ ટેક્ષ કમિશ્ર્નર શ્રી જે.પી.ગુપ્તાના જણાવ્યા મુજબ આર્થિક ગતિવિધિ વધી છે. તેના કારણે જીએસટી કલેકશનમાં વધારો થયો છે. જો માસીક દરે જોઈએ તો ડિસેમ્બર-2020માં રાજયમાં જીએસટી આવક રૂા.7469 કરોડ હતી જે રૂા.7769 કરોડ એટલે કે 9% વધી છે.

રાજયમાં જીએસટી બિલ જનરેશન પણ વધ્યું છે જે દર્શાવે છે કે બીઝનેસ ટુ બીઝનેસ વ્યવહારો વધ્યા છે. જાન્યુ. 2020માં રાજયમાં 76 લાખ ઈ.વે બીલ જનરેટ થયા હતા તે જાન્યુઆરી 2021માં 7% વધીને 82 લાખ થયા છે. ગુજરાત પ્રારંભથી જ વ્યાપારી રાજય રહ્યું છે અને દેશના ઉત્પાદક રાજયમાં પણ તે સામેલ છે. ઉપભોકતા તરીકે પણ ગુજરાત એ અગ્રણી રાજય છે. આમ ત્રણેય લાભ રાજયના અર્થતંત્રને મળી રહ્યા છે.

2017માં જીએસટીના આગમન બાદ પ્રથમ નાણાકીય વર્ષ એટલે કે માર્ચ 2018માં રાજયમાં જીએસટી આવક રૂા.5779 કરોડ હતી જે આ નાણાકીય વર્ષના અંતે રૂા.8000 કરોડથી વધી જશે. ચાલુ વર્ષ પેટ્રોલ-ડીઝલના ચા ભાવના કારણે રાજયની વેટની આવકમાં જે વધારો થયો તે એસજીએસટી સ્ટેટ જીએસટી અને કેન્દ્ર સાથેના ઈન્ટ્રાગેટેડ જીએસટીમાં સામેલ થયા છે. જે રૂા.2939 કરોડની છે. જો કે નિષ્ણાંતો માને છે કે કેટલાક બેઝીક રો-મટીરીયલના ભાવના વધારાના કારણે પણ તેના પરનોજીએસટી વધતા તે આવક વધે છે. ખાસ કરીને કેમીકલ, ટેક્ષટાઈલ અને સ્ટીલ તથા તેના ઉત્પાદનો વધ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.