રાજ્યસભાની કાર્યવાહી સવારથી ત્રીજી વખત સ્થગિત, ખેડૂત મુદ્દે ચર્ચા માટે વિપક્ષ અડગ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનની અસર આજે સંસદમાં જોવા મળી. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષોએ રાજ્યસભામાં ખેડૂતોના મુદ્દે ચર્ચાની માગ કરી હતી. જોકે રાજ્યસભાના ચેરમેને આજે આ અંગે ચર્ચા કરવાથી ઈનકાર કર્યો છે. એ પછી વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. બાદમાં વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં નારેબાજી કરી હતી. સરકાર મુર્દાબાદના નારાની સાથે ખેડૂતવિરોધી કાળા કાયદાઓને પરત લેવાની માગ સંસદમાં ગુંજી ઊઠી હતી.

ખેડૂતોના મુદ્દે વિપક્ષો સંસદમાં સરકારને ઘેરવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યા છે. ગઈકાલે બજેટ પછી આજે રાજ્યસભામાં વિપક્ષોએ કૃષિ કાયદાઓને ખેડૂતવિરોધી ગણાવતા જોરદાર નારેબાજી કરી હતી. કાર્યવાહી સ્થગિત થયા પછી સવારે 10.30 વાગ્યે ફરીથી ગૃહ ચાલુ થયું, વિપક્ષી સાંસદોએ કૃષિ કાયદા વિરોધી નારેબાજી શરૂ કરી હતી. હંગામાને જોતાં સદનની કાર્યવાહી એક વખત ફરી સવારે 11.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

ખેડૂતોના મુદ્દે રાજ્યસભામાં હંગામો થઈ રહ્યો છે. વિપક્ષી સાંસદોએ ખેડૂતવિરોધી કાળા કાયદાઓને પરત લેવા અંગે નારા લગાવ્યા હતા. આ પહેલાં ઘણા વિપક્ષી દળોએ ખેડૂતોના મુદ્દે ચર્ચાની માગ માટે નોટિસ આપી. જોકે રાજ્યસભાના ચેરમેન તરફથી આજે ચર્ચા માટે ઈનકાર કરવામાં આવ્યો. એ પછી વિપક્ષી દળોએ સદનમાંથી વોકઆઉટ કર્યું અને શૂન્યકાળ શરૂ થયો. એ પછી વિપક્ષી સાંસદ સદનમાં પરત આવ્યા અને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવતાં કૃષિ કાયદાઓને પરત લેવાની માગ સાથે નારેબાજી કરી.

રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે કૃષિ કાયદા પર પહેલાં પણ ચર્ચા થઈ ગઈ છે. આ કારણે હવે એની જરૂરિયાત નથી. જો તમે ઈચ્છો તો તમારી સમક્ષ ચર્ચાનો રેકોર્ડ રાખી શકાય છે. વેંકૈયા નાયડુએ વધુમાં કહ્યું હતું કે ખેડૂત આંદોલન પર આજે નહિ, કાલે ચર્ચા થશે, કારણ કે પરંપરા મુજબ ચર્ચા લોકસભામાં શરૂ થશે.

ભાજપ સાંસદ જીવીએલએ ઉઠાવ્યો મંદિરનો મુદ્દો
ભારતીય જનતા પાર્ટીના સાંસદ જીવીએલ નરસિમ્હા રાવે રાજ્યસભામાં શૂન્યકાળની નોટિસ આપી છે અને આંધ્રપ્રદેશમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાઓની વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.