સરકારે પેટ્રોલ-ડિઝલ પર લગાવ્યો કૃષિ સેસ

Business
Business

નાણામંત્રી નિર્મલા સિતારમણે લોકસભામાં વર્ષ 2021-22નું બજેટ રજુ કર્યું. જેમાં સરકારે પેટ્રોલ-ડિઝલ પર સેસ લગાવનો નિર્ણય લીધો છે. જેનાથી આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલ વધારે મોંઘું થશે. જેની આમ આદમીના ખીસ્સા પર સીધી અસર પડશે.

નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન પેટ્રોલ પર લિટર દીઠ 2.5 અને ડીઝલ પર લીટરદીઠ 4 રૂપિયાનાં હિસાબથી સેસ લગાવવાની જાહેરાત કરી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. આવી સ્થિતિમાં જો સેસને કારણે ભાવ વધશે તો સામાન્ય માણસનો ભાર વધુ વધી શકે છે.

નાણાંમંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, હું કેટલીક બાબતો પર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લાદવાનો પ્રસ્તાવ મૂકું છું. કૃષિ સેસ દારૂ પર 100%, સોના પર 2.5%, ક્રૂડ પામ ઓઇલ પર 17.5%, ક્રૂડ સોયાબીન અને સૂર્યમુખી પર 20%, સફરજન પર 35% અને વટાણા પર 40% લાદવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.