જી.એસ.એફસી.માં રૂા.1500 કરોડનો ગોટાળો, એસીએસને તપાસ સોંપાઈ

Business
Business

હાલમાં જ નિવૃત થયેલા- નિગમના એમ.ડી. ધગગધગતો રીપોર્ટ આપતા ગયા : રાજય સરકારના નિગમમાં વિદેશી રોકાણ-ખરીદીના નામે રૂા.1500 કરોડનો ચૂનો ચોપડી દેવાયાની ચર્ચા

ગુજરાતમાં જ આગામી દિવસોમાં ભ્રષ્ટાચારનો એક મોટો રીપોર્ટ જાહેરમાં આવી શકે છે. રાજય સરકારના સાહસ ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર એન્ડ કેમીકલ લી.માં રૂા.1500 કરોડના કોઈ ગેરરીતિવાળા વિદેશી મૂડીરોકાણ અને ખરીદી અંગે અરવિંદ અગ્રવાલે રાજય સરકારને સુપ્રત કર્યા છે અને શ્રી અગ્રવાલે તેમના અગાઉના અધિકારીના સમયમાં આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હતી તેવું જણાવી એક મજબૂત રીપોર્ટ રાજય સરકારને સુપ્રત કરતા ટોચના વર્તુળોમાં જબરી સનસનાટી ફેલાઈ ગઈ છે અને રાજય સરકારે પણ સ્થિતિની ગંભીરતા જોતા આ રીપોર્ટ પર શહેરી વિકાસ વિભાગના એડી. ચીફ સેક્રેટરી જેઓ હવે આ નિગમના એમ.ડી. તરીકે પણ ઈન્ચાર્જ છે તેઓને તપાસ સોંપી છે.

અરવિંદ અગ્રવાલ જેઓ અગાઉ ચીફ સેક્રેટરી પદની રેસમાં હતા તેઓને ગાંધીનગર બહાર ખસેડીને આ નિગમનો હવાલો સોપવામાં આવ્યો હતો. શ્રી અગ્રવાલ હાલમાં જ નિવૃત થયા છે પણ તેઓએ નિગમમાં વિદેશી રોકાણ અને ખરીદી મુદે રૂા.1500 કરોડનો ગોટાળો થયો હોવાનો અને રાજય સરકારની તિજોરીને મોટો ફટકો મારવામાં આવ્યો હોવાનો ધગધગતો રીપોર્ટ આપતા ગયા હતા જેના પર તપાસ હવે ફરજીયાત બની ગઈ છે અને હવે મુકેશ પુરીને આ જવાબદારી સોંપાઈ છે. જો આ રીપોર્ટમાં સત્ય જણાઈ તો અગાઉ ફરજ બજાવી ગયેલા ટોચના અધિકારી સામે કાર્યવાહી થઈ શકે છે.
આ અહેવાલે ગાંધીનગરના ઉચ્ચ વર્તુળમાં જબરી ચર્ચા છે. એક તરફ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ભ્રષ્ટાચાર સામે કિલ્લેબંધી જેવી એક બાદ એક કાર્યવાહી કરી રહ્યા છે અને તંત્રમાં જબરી સાફસુફી ઓનલાઈન કામગીરીની પારદર્શકતાને મહત્વ આપી રહ્યા છે તે સમયે રૂા.1500 કરોડના આ સ્કેલના રીપોર્ટ આવતા જબરી ચહલપહલ છે.

રૂા.115 કરોડની ઉઘરાણીમાં ભાજપના નેતા એકશનમાં

એન.આર.આઈના ફસાયેલા નાણાની ચર્ચા ‘કમલમ’માં

રાજકોટ: રાજયમાં માફીયાઓના દિવસો તો વર્તમાન સરકારે લગભગ પુરા કરી દીધા છે અને હવાલા-મની સામે પણ આકરી કાર્યવાહી થઈ રહી છે તે વચ્ચે એક એન.આર.આઈ.ની રૂા.115 કરોડની ફસાઈ ગયેલી ‘ઉઘરાણી’માં ભાજપના એક ટોચના નેતાએ હવાલો કે સોપારી લીધી હોવાની ચર્ચા આજકાલ કમલમમાં સંભળાઈ રહી છે. આ અંગેની માહિતી મુજબ એક એનઆરપીસી રૂા.115 કરોડથી ઉપરાંત લોકડાઉન સમયની ફસાઈ છે અને તે નાણા છૂટા થાય તે માટે ભાજપના એક ટોચના નેતાની સહાય લેતા તેમના મારફત પોલીસ તંત્ર પણ એકશનમાં આવી ગયું છે. આ પ્રકરણમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ સક્રીય થયા છે અને કમલમમાં તે અંગે જબરી ચર્ચા છે અને આગામી દિવસોમાં તેમાં નવા ધડાકાની પણ શકયતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.