દૌસામાં બિહારથી કોટા જઈ રહેલી બસ ટ્રક સાથે અથડાઈ, 24 મુસાફરો ઘાયલ; 18ની સ્થિતિ ગંભીર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

30 ફુટ નીચે ખાબકી બસ

દૌસામાં ટ્રક સાથે અથડાયા બાદ એક સ્લીપર બસ પુલ પરથી 30 ફુટ નીચે પડી હતી. આ ઘટનામાં 24 મુસાફરો ઘાયલ થયા છે. તેમાંથી 13ની સ્થિતિ ગંભીર છે. બસ બિહારથી કોટા જઈ રહી હતી. દુર્ધટના મનોહરપુર કોથૂન હાઈવે પર લાલસોટ વિસ્તારમાં રવિવારે થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે બસ કે ટ્રકમાંથી કોઈ એક વાહનના ચાલકને ઝોકું આવી જવાથી આ દુર્ધટના બની હતી. જોકે હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે ઘટના સવારે લગભગ 6 વાગે થઈ. બસ કોટા તરફ જઈ રહી હતી. જ્યારે ટ્રક દિલ્હીથી ગુજરાત તરફ જઈ રહ્યો હતો. હાઈવે પર નિર્ઝરના ગામની પાસે ટ્રક અને બસ વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રક બંને રસ્તાની નીચે સરકી ગયા હતા. બસ પુલ પરથી 30 ફુટ નીચે પડી ગઈ હતી. બસમાં મોટાભાગે બિહારી મુસાફરો હતા. અકસ્માત બાદ બસમાં ચીસા-ચીસ થઈ હતી.

ઘટના પછી સ્થળ પર પહોંચેલા લોકોએ ઘણી મુશ્કેલી પછી ઘાયલોને બસમાંથી કાઢ્યા. તેમને લાલસોટ અને દૌસાની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. ત્યાંથી ગંભીર રીતે ઘાયલ થયેલા 18 લોકોને જયપુર રીફર કરવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.