હૈદરાબાદમાં એરટેલે લાઇવ 5G સર્વિસનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું

Business
Business

(જી.એન.એસ)હૈદરાબાદ,તા.૨૯
ભારતી એરટેલ સસ્તાં ટૈરિફ પ્લાન અને સબસ્ક્રાઈબર્સની રેસમાં ભલે જિયો કરતાં પાછળ હોય, પરંતુ ૫ય્ની રેસમાં એરટેલે બાજી મારી છે. એરટેલે હૈદરાબાદમાં કમર્શિયલ નેટવર્ક પર લાઈવ 5G સર્વિસ ટેસ્ટિંગ સફળતાપૂર્વક કર્યું છે. કંપનીએ તેનો લાઈવ ડેમો વીડિયો પણ શેર કર્યો છે.
એરેટલે આ પરીક્ષણ પોતાના લિબરલાઈઝ્‌ડ સ્પેક્ટ્રમને ૧૮૦૦ મેગા હટ્‌ર્ઝમાં નોન સ્ટેન્ડ અલોન નેટવર્ક ટેક્નોલોજીનાં માધ્યમથી કર્યું. ૪ય્ની સરખામણીએ ૫ય્ પર ૧૦ગણી વધારે સ્પીડ મળી. આ પ્રકારનું ટેસ્ટિંગ કરનાર એટરેલ દેશની પ્રથમ ટેલિકોમ કંપની બની છે.
ભારતી એરટેલના MD અને CEO ગોપાલ વિઠ્ઠલે કહ્યું કે, મને મારા એન્જિનિયર્સ પર ગર્વ છે. તેમણે હૈદરાબાદમાં આ ટેક્નોલોજીનું સફળ ટેસ્ટિંગ કર્યું છે. હૈદરાબાદમાં આ ટેસ્ટ ગેમ ચેન્જર સાબિત થયો. એરટેલ કંપની આ ક્ષમતા પ્રદર્શન કરનાર પ્રથમ કંપની બની છે. ભારતમાં 5G ઈનોવેશન માટે ગ્લોબલ સેન્ટર બનવાની ક્ષમતા છે.
હૈદરાબાદમાં ટેસ્ટિંગ દરમિયાન ૫ય્ યુઝર્સે ફોનમાં આંખના પલકારે આખી ફિલ્મ ડાઉનલોડ કરી દીધી. એરટેલને હવે આ સર્વિસ શરૂ કરવા માટે સરકારની મંજૂરીની જરૂર છે. કંપનીના જણાવ્યાનુસાર, ગ્રાહકો સુધી 5G ટેક્નોલોજી ત્યારે ઉપલબ્ધ થશે જ્યારે પર્યાપ્ત સ્પેક્ટ્રમ સાથે સરકારની અનુમતિ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.