2020માં 4-5 મીની બજેટ સરકારે આપ્યા, આ બજેટ પણ તેની કતારમાં : મોદી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સંસદના બજેટ સત્ર પૂર્વે પત્રકારોને સંબોધન કરતા વડાપ્રધાન, વિપક્ષોના બહિષ્કારને કમનસીબ ગણાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં બજેટ સત્રના પ્રારંભ પૂર્વે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવુ થયુ છે કે 2020માં અલગ-અલગ પેકેજો દ્વારા સરકારને 4 થી 5 મીની બજેટ આપવા પડયા છે અને હવે રજૂ થનારૂ બજેટ તે શ્રેણીને સૌથી આગળ મૂકશે. શ્રી મોદી આજે સંસદ ભવન પહોંચ્યા હતા અને પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિનું સંબોધન એક રાષ્ટ્રીય પરંપરા છે. વિપક્ષો દ્વારા તેનો બહિષ્કાર તેનો દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.

મોદીએ ફરી એક વખત વિપક્ષોને સંસદમાં આવવા જણાવ્યું હતું અને કહ્યું કે સરકાર કોઇપણ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. વડાપ્રધાને એ પણ ઉમેર્યુ કે આપણે આ દશકાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ભારતને વૈશ્વિક સ્તર પર મૂકવાનું છે. આપણા માટે આ એક સોનેરી તક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.