દિલ્હી હિંસામાં ઘાયલ પોલીસ કર્મીઓનો આંકડો 300 પર પહોંચ્યો, 200 તોફાનીઓની અટકાયત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

26 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલી ટ્રેક્ટર રેલી દરમિયાન ઠેર ઠેર હિંસા થઈ હતી.ખેડૂતોએ પોલીસ પર પણ હુમલા કર્યા હતા અને તોડફોડ પણ કરી હતી.

આ હિંસામાં ઘવાયેલા પોલીસ કર્મીઓનો આંકડો 300 પર પહોંચી ચુક્યો છે.બીજી તરફ પોલીસ પણ એક્શનમાં આવી છે અને અત્યાર સુધીમાં આ હિંસામાં સામેલ હોય તેવા 200 લોકોને અટકાયતમાં લેવાયા છે.તેમના પર હિંસા કરવાનો સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો અને પોલીસ કર્મીઓ પર હુમલા કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

દરમિયાન દિલ્હી પોલીસે સિંધુ બોર્ડર પાસે જ્યાં ખેડૂતોનો જમાવડો છે ત્યાં સુરક્ષા વધારી છે.આ બોર્ડર પર ખડકવામાં આવેલા વાહનોને હટાવવામાં આવીર હ્યા છે અને મીડિયાના વાહનોને પણ હટાવાઈ રહ્યા છે.જ્યાં જ્યાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે તે તમામ સ્થળોએ પોલીસે સુરક્ષા વધારી છે.

પોલીસે અત્યાર સુધીમાં બે ડઝન કરતા વધારે એફઆઈઆર નોંધી છે.સિંધુ બોર્ડર પર જોકે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની સંખ્યા પણ ઓછી થઈ રહી છે.આજે ખેડૂત સંગઠનો દ્વારા ચર્ચા વિચારણા માટે બેઠકો બોલાવવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.