રાજ્યમાં આગામી બે દિવસ ભારે ઠંડા પવનો ફૂંકાશે, પાંચ દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો થતાં લોકો ઠુંઠવાઈ રહ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ રાજ્યમાં ભારે કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. તેમાં પણ કચ્છ- સૌરાષ્ટ્ર, પોરબંદર, ભાવનગરમાં ઠંડા પવનો ફૂંકાશે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં ત્રણ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 10 ડિગ્રી, ગાંધીનગરમાં 8 ડિગ્રી, રાજકોટ, કેશોદ, પોરબંદર, અમરેલી અને ડીસામાં 9 ડિગ્રી તાપમાન નોંધાતા કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

અમદાવાદમાં પણ તાપમાન 9-10 ડિગ્રી રહેવાની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ હજુ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કડકડતી ઠંડી પડી શકે છે. રાજ્યના 8 શહેરોમાં બે આંકડાથી નીચે તાપમાન નોંધાયું છે. એક જ દિવસમાં નલિયા અને પોરબંદરમાં સામાન્ય કરતા 6 ડિગ્રી જેટલું તાપમાન નીચે ગગડ્યું છે. અમદાવાદમાં પણ આગામી દિવસમાં 9થી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.