WhatsApp દ્વારા યુરોપીયન અને ભારતીય યુઝર્સ માટે અલગ અલગ પ્રાઇવસી પોલિસી ચિંતાનો વિષય : કેન્દ્ર સરકાર

ગેઝેટ્સ
ગેઝેટ્સ

છેલ્લા ઘણા સમયથી વ્હોટ્સએપની પ્રાઇવસી પોલિસીને લઇને વિવાદ ચાલી રહ્યો છે. વ્હોટ્સએપ દ્વારા જે નવી પરાઇવસી પોલીસી લાવવામાં આવી હતી તે મુદ્દે ભરત સરકાર અને દેશના લોકોએ તેની ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકરે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કહ્યું છે કે વ્હોટ્સએપ દ્વારા યુરોપીયન યુઝર્સ અને ભારતીય યુઝર્સ માટે અલગ અલગ પ્રાઇવસી પોલિસી બનાવવામાં આવી છે, જે અમારા માટે ચિંતાનો વિષય છે. આ અંગે તેઓ તપાસ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે વ્હોટ્સએપ દવારા ભારતીય વપરાશકર્તાઓ માટે પ્રાઇવસી પોલિસીમાં એકતરફો બદલાવ કરવામાં આવ્યો હતો, તે પણ ચિંતાનો વિષય છે. સોલિસીટર જનરલ ચેતન શર્માએ સરકારની આ વાતને દિલ્હી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લઇને એક વકિલે રજી કરી હતી, તેની સુનવણી દરમિયાન કેન્દ્ર દ્વારા આ વાત રજૂ કરવામાં આવી છે.

સુનવણી દરમિયાન ચેતન શર્માએ કહ્યું કે ભારતીય વપરાશકર્તાઓને ફેસબૂકની બાકી કંપનીઓ સાથે ડેટા શેર કરવાનો ઓપ્શન ના આપવો તે એક પ્રકારે ધમકી છે. સ્વાકાર કરો અથવા તો સેવા નહીં આપીએ. વ્હોટ્સએપ દ્વારા વપરાશકર્તાને મજબૂર કરવાની વાત થઇ રહી છે. જેના કારણે સૂચના અને પ્રાઇવસી જોખમાઇ શકે છે. સરકારે જણાવ્યું કે આ અંગે વ્હોટ્સએપ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. કોર્ટે એક માર્ચ સુધી આ કેસની સુનવણીને લંબાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.