રાષ્ટ્રીય બાલિકા દિવસ પર ધાનેરા પંથકની આર્ત્મનિભર બાળકીઓ સાથે ખાસ મુલાકાત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ભારતમાં મહિલા અને બાળકીઓના ઉથાન માટે મહત્વની કામગીરી થઈ છે. જેને લઈ હવે દીકરીના જન્મના વધામણાં થવા લાગ્યા છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો શાળાએ મોલકવા માટે પ્રથમ છોકરાઓની પસંદ થતી હતી. જાેકે હવે છોકરાઓની હરોળમાં બાળકીઓ પણ શિક્ષણમાં આગળ વધી રહી છે. ગામડાની કે મધ્યમ વર્ગના બાળકો કઈ રીતે શિક્ષણ મેળવતા હોય એ તસ્વીરો જાેવામાં આવે તો ઓછી સુવિધાઓ સાથે પણ આજની બાળકીઓ શિક્ષણમાં નંબર વન છે. ધાનેરા શહેર તેમજ ગામડામા ઘરકામ, પશુપાલન અને ખેતી સાથે અભ્યાસ કરતી સામન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ બન્નેમા સારા ગુણો સાથે બાળકીઓ શિક્ષણ મેળવી રહી છે. જેમાં બાળકીઓના માતા પિતા પણ દીકરીઓના અભ્યાસને લઈ રાત દિવસ મજૂરી કરી સારા શિક્ષણ માટે વ્યવસ્થા કરી રહ્યા છે.

ધાનેરામાં ભાડાના મકાનમા પોતાના પરિવાર સાથે રહેતી સુનિતા સુથાર કે જેને તબીબી શેત્રે જનરલ સર્જન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સુનિતાના પિતાનું ૭ વર્ષ અગાઉ મૃત્યુ થયેલ છે. તેણી માતા ઘરે સીવણ કામ સહિત ભરત કામ કરી ત્રણ દીકરી તેમજ એક પુત્રને શિક્ષણ આપી રહ્યા છે.

ધાનેરાની ડી બી પારેખ હાઈસ્કૂલમા સુનિતા અભ્યાસ કરી રહી છે. સપના ઊંચા છે અને સફળતા પણ નજીક છે. પરંતુ ઘરની આર્થિક સ્થિતીમાં માતાની મદદ કરીને પણ બાળકી સમયને સમજી એક એક મિનિટનો હિસાબ રાખી શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે.

ધાનેરા તાલુકામાં ગામડામાં રહેતી બાળકીઓ અભ્યાસમાં હોશિયાર હોય છે. ગામડાના વાતાવરણમાં રહી ને અભ્યાસ બાબતે પૂરતું ધ્યાન આપતી બાળકીઓ શાળા લેવલે હંમેશા શિક્ષણની હરીફાઈમાં આગળ હોય છે. ધાનેરા તાલુકો મોટા ભાગે પશુપાલન પર આધારિત હોય છે. જડિયા ગામની હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી જ્યોત્સના કે જે ઘરે પોતાની માતા સાથે પશુપાલનના વ્યવસાય સાથે વિજ્ઞાન પ્રવાહમા ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. આર્ત્મનિભર જ્યોત્સનાએ પણ પોતાના શિક્ષણ કાર્યની વાત કરી હતી.

બસ આજ રીતે જડિયા હાઈસ્કૂલમાં સામન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી ભાવના ચૌધરી દિવસ દરમિયાન અભ્યાસની સાથે ખેતીનું કામ પણ કરે છે. ભાવનાએ પણ પોતાના દિવસના ૨૪ કલાકને અલગ અલગ રીતે નક્કી કરી ખેતી સહિતના કામોને પાર પાડી શિક્ષણ અને અભ્યાસને વધુ મહત્વ આપ્યું છે. રમુણા ગામે પિન્ટુ બહેન ગોહિલ રહે છે. ધાનેરા શહેરથી પિન્ટુનું ગામ ૧૩ કિલોમીટર દૂર છે. તેણી ધાનેરા ખાતે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. પોતાના ગામથી ખેતર સુધીનો રસ્તો એક કિલોમીટર થાય છે. સવારે વહેલા ઉઠી લોકલ ગાડીમાં સવાર થઈ જગ્યા મળે ન મળે તેની ચિંતા કર્યા વગર દીકરી ધાનેરા સુધી પહોંચી જીવનમા કંઈક બનવા માટે તમામ મુશ્કેલી વેઠીને પણ શિક્ષણ મેળવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.