ટાટા મોટર્સે iRA સાથે અલ્ટ્રોઝ i-ટર્બો લોન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અગ્રમી ઓટોમોટીવ બ્રાન્ડ ટાટા મોટર્સે આજે i-ટર્બો વેરિયાંટની સાથે iRA કનેક્ટેડ કાર ટેકનોલોજી તેની પ્રિમીયમ હેચબેક અલ્ટ્રોઝ માટે લોન્ચ કરી છે. IRA 27 જોડાયેલા કાર ફીચર્સ સાથે કુદરતી વોઇસ ટેકનોલોજી સાથે આવે છે જેના દ્વારા કાર ફક્ત ઇંગ્લીશ-હિન્દીમાં જ નહી પરંતુ હિંગ્લીશમાંપણ કમાન્ડ સમજે છે. વધુમાં તે ભારતની સૌપ્રથમ હેચબેક છે જેણે વ્હોટ3વર્ડ્ઝ ટેકનોલોજી રજૂ કરી છે – જે એક નાનો અને વિશિષ્ટ ટૂલ છે જે અગાઉ કરતા પણ નેવિગેશનને વધુ સરળ બનાવે છે. કંપનીએ અલ્ટ્રોઝ પરિવારમાં પેટ્રોલ અને ડીઝલ વિકલ્પમાં નવું ટોપ ઓફ લાઇન XZ+ વેરિયાંટનો ઉમેરો કર્યો છે. આ રજૂઆત અલ્ટ્રોઝને તીવ્ર શક્તિ અને ક્લાસ અગ્રણી ફીચર્સનો સંપૂર્ણ પેકેજ બનાવે છે. અલ્ટ્રોઝ i-ટર્બોને અલ્ટ્રોઝ રેવટ્રોન પેટ્રોલ વેરિયાંટ્સમાં રૂ. 60,000થી વધુના વધારા સાથેઆકર્ષક પ્રારંભિક એક-શોરુમ કિમતે લોન્ચ કરવામાં આવી છે.

ટાટા અલ્ટ્રોઝ ALFA આર્કિટેક્ચરની પ્રથમ પ્રોડક્ટ છે અને તેને જાન્યુઆરી 2020માં લોન્ચ કરી ત્યારથી ભારે પ્રતિસાદ મળ્યો છે. ટાટા મોટર્સે તેનું એકમાં રૂપાંતર થવાથી બ્રાન્ડની સફળતાની ઉજવણી કરવા અલ્ટ્રોઝ i-ટર્બો, શક્તિ અને ફીચરથી સજ્જ કાર રજૂ કરી છે. કોવિડ પડકાર હોવા છતાં કંપનીએ લોન્ચના પ્રથમ વર્ષમાં જ 50,000થી વધુ અલ્ટ્રોઝનું વેચાણ કર્યુ છે., જે તેની લોકપ્રિયતાની સાબિતી છે. ભારતની સૌથી સુરક્ષિત હેચબેક જેને ગ્લોબલ NCAP પાસેથી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ પ્રાપ્ત કર્યુ છે જેણે ખરેખર માપદંડ વધાર્યા છે અને સેફ્ટી, ડિઝાઇન અને ડ્રાઇવીંગ ડાયનેમિક્સ પ્રસ્થાપિત કર્યો છે.
અલ્ટ્રોઝ i-ટર્બોના લોન્ચ પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ્સ બિઝનેસ યુનિટના પ્રેસિડંટ શ્રી શૈલેષ ચંદ્રએ જણાવ્યું હતુ કે, “અમે અમારી પ્રિમીયમ હેચબેક અલ્ટ્રોઝની 1લી જન્મજયંતિની ઉજવણી કરતા રોમાંચ અનુભવીએ છીએ જેમાં i-ટર્બો પેટ્રોલ અને ડીઝલ વિકલ્પમાં નવી XZ+ વેરિયાંટના બેવડા બોનાન્ઝાનો સમાવેશ કરે છે. જાન્યુઆરીમાં તેનું લોન્ચ કર્યુ ત્યારથી અલ્ટ્રોઝની ટોચી સુરક્ષા, નવીન ડિઝાઇન અને રોમાંચક પર્ફોમન્સ માટે તેની પ્રશંસા કરવામાં આવી છે અને અમે તેની રજૂઆતથી અમે અત્યંત ખુશ છીએ. FY21માં હેચબેક કેટેગરીમાં અમારો બજાર હિસ્સો પાછલા નાણાંકીય વ્રર્ષની સામે 5.4% વધ્યો છે અને અમે પ્રિમીયમ હેચબેકમાં 17% બજાર હિસ્સો ઝડપી લીધો છે. નવી અલ્ટ્રોઝની રેન્જ સેગમેન્ટમાં માપદંડોનું સ્રર્જન કરવાની સાથે ભારતીય ગ્રાહકોની વિકસતી જરૂરિયાતને પૂરી કરશે.”

નવી ટેકોનોલોજી અને 1.2L ટર્બોચાર્જ્ડ BS6 પેટ્રોલ એન્જિનથી સજ્જ, લ્ટ્રોઝ i-ટર્બોને ન્યુ હાર્બર બ્લ્યુ કલરમાં લોન્ચ કરવામાં આવી છે, જે XM+ના વેરિયાંટમાં ઉપલબ્ધ છે. 110 PS @ 5500 rpm સાથે અલ્ટ્રોઝi-ટર્બો 140 Nm @1500- 5500 rpmનો ટોર્ક પૂરો પાડે છે, જે આનંદદાયક ડ્રાઇવ અનુભવ પૂરો પાડે છે. ઉપરાંત સ્પોર્ટ/સિટી મલ્ટી ડ્રાઇવ મોડ્ઝ અલ્ટ્રોઝને રોમાંચનું અને સિટી ડ્રાઇવીંગનું સંપૂર્ણ મિશ્રણ પૂરું પાડે છે. અલ્ટ્રોઝ 2021ના અવતારમાં નવો બ્લેક અનેલાઇટ ગ્રે ઇન્ટેરિયર્સનો સમાવેશ કરશે જેમાં તેના પ્રિમીયમ ફળને વધારવા માટે પર્ફોરેટેડ લેધરેટ્ટ સિટ્સ પણ વધારવામાં આવ્યુ છે.

વધુમાં એક્સપ્રેસ કૂલ ફીચર, પર્સોનાલાઇઝ્ડ સ્ક્રીન વોલપેપર, વન શોટ અપ પાવર વિન્ડોઝનો પણ સમાવેશ કરાયો છે જેથી આન્દદાયક સરાઉન્ડ સાઉન્ડ અનુભવ માટે હાર્મન દ્વારા 8 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ સાથે મહત્તમ સુગમતાની ખાતરી કરી શકાય, જે દરેકને ઇચ્છા થાયે તેવી કાર બનાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.