બટાકાના પાકમાં પાછોતરા સુકારાના રોગ દેખાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ : રવી સીઝનમાં બટાકાનું બહોળા પ્રમાણમાં વાવેતર થતું હોય છે ત્યારે આ વર્ષે બટાકાના મળેલા ઐતિહાસીક ભાવોને લઈ બિયારણમાં ભાવો પણ ઉંચા રહેવા પામ્યા હતા તેમ છતાં આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ૫૯૯૦૩ હેક્ટરમાં વાવેતર થવા પામ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બટાકાના પાકમાં પાછોતરો સુકારાનો રોગ દેખા દેતા ખેડૂતો મુંજવણમાં
મુકાયા છે.
આ બાબતે કૃષિ નિષ્ણાતો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે બટાકાના પાકમાં ૩૦ થી ૩૫ દિવસે પાંદડા પર કાળા ટીપકા જાેવા મળે છે. જેને અરલિબ્યાઇડ ઉપરાંત ૬૦ થી ૬૫ દિવસે પાંદડા પર જાેવા મળતા ગોળ ધબ્બા પડવા જેને લેટબ્યાઇડ અને ફોર્મબ્યાઇડ જેવા ત્રણ પ્રકારાના રોગ બટાકામાં જાેવા મળતા હોય છે. જેમાં અત્યારે બટાકાના પાકમાં લેટબ્યાઇટ રોગ એટલે કે ચરમી અને સુકારાની અસર દેખાવા લાગતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. બટાકાના પાકમાં સુકારો અને ચરમીની અસર જાેવા મળતા ઉત્પાદનમાં મોટો ફટકો પડવાની સંભાવના રહેલી છે. આ વર્ષે વાવેતર સમયે બિયારણ ઉંચા ભાવથી લાવી વાવેતર કરવામાં આવ્યું હતુ અને અત્યારે બટાકાના ભાવમાં પણ ખુબ જ ઘટાડો થયો છે. ઉપરાંત બટાકાના ઉભા પાક પર સુકારા અને ચરમીની અસરથી ઉત્પાદનમાં પણ ફટકો પડશે આમ ખેડુતો પર બેવડા મારનું સંકટ જાેવા મળી રહ્યું છે. જેને લઇ ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.