ટાટા મોટર્સે રાષ્ટ્રની સેવાની કોવિડ-૧૯ની રસીના પરિવહન માટે રેફ્રિજરેટેડ ટ્રકોની વ્યાપક શ્રેણી ઓફર કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઈ

ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહનની ઉત્પાદક ટાટા મોટર્સે દેશવ્યાપી કોવિડ-૧૯ની રસીની ઝુંબેશની આસાન અવરજવર માટે રેફ્રિજરેટેડ ટ્રકો પૂરા પાડીને રાષ્ટ્ર પ્રત્યે તેની મજબૂત કટિબદ્ધતા ઘોષિત કરી છે. કક્ષામાં ઉત્તમ ટેકનોલોજી અને ઉચ્ચ વિશિષ્ટ પરિવહન આવશ્યકતાઓથી સમૃદ્ધ ટાટા મોટર્સ રસીના પરિપૂર્ણ પરિવહન માટે ટ્રકોની વ્યાપક શ્રેણી ઓફર કરે છે. આ રસીના ટ્રકો અને વેન ખરીદી માટે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (જીઈએમ) પોર્ટલ પર ઉપલબ્ધ છે.રસીઓના વિશ્વસનીય, સુરક્ષિત અને ઝડપી પરિવહનની ખાતરી રાખવા માટે વાહનોની નવી શ્રેણી તાપમાન, માત્રા અને વજનની આવશ્યકતાઓ અનુસાર ડિઝાઈન એન્જિનિયરિંગ કરવામાં આવી છે. આ વાહનો વિવિધ પ્રકારની ક્ષમતાઓ અને ટનેજ પોઈન્ટ્‌સમાં ઉપલબ્ધ છે. ઈસીવી અને એમસીવી સેગમેન્ટમાં ઈન્સ્યુલેટેડ વેનની ઉપલબ્ધતા સાથે ઈન્ટરમિજિયેટ કમર્શિયલ વેહિકલ (આઈસીવી) અને મિડિયમ કમર્શિયલ વેહિકલ (એમસીવી) સેગમેન્ટ્‌સમાં અનુક્રમે ૨૦ અને ૩૨ સીયુએમ રેફ્રિજરેટેડ ટ્રકો સાથે વિવિધ જરૂરતોને તે અનુકૂળ છે. ઉપરાંત રસીને અંતિમ સ્થળ સુધી પહોંચાડવા અને ગ્રામીણ પરિવહન માટે પિક-અપ (પીયુ) રેન્જ પણ ઓફરમાં મુકાઈ છે.ટાટા મોટર્સે દેશના અગ્રણી રીફર (રેફ્રિજરેટેડ લોડ બોડી) ઉત્પાદકો સાથે જાેડાણ કરીને ઉપયોગ માટે તૈયાર રીફર્સ અને ઈન્સ્યુલેટેડ રસીની વેની તૈયારી વધુ મજબૂત બનાવી છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે ટાટા મોટર્સે મુખ્યત્વે ફાર્મા કંપનીઓ સહિત વિવિધ કોલ્ડ ચેઈન ગ્રાહકોને પૂરતી સંખ્યામાં રીફર્સ વેચ્યાં છે. એપ્લિકેશન્સ સંબંધિત રસીના વિતરણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે આ વાહનો ઘણા બધા લાભો સાથે આવે છે, જે ઉચ્ચ અપટાઈમ, ઝડપી ટર્નઅરાઉન્ડ સમય અને લઘુતમ જાળવણી અને સંચાલન ખર્ચ સાથે આવે છે. તે આધુનિક ટેલિમેટિક્સ સિસ્ટમ ફ્લીટ એજ સાથે પણ સુસજ્જ છે, જે તેના માલિકોને વધુ અસરકારક રીતે તેમની ફ્લીટ્‌સ મેનેજ કરવા માટે અભિમુખ બનાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.