Rakhewal | 22-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

બનાસકાંઠા સહીત રાજ્યના આઠ જિલ્લામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નવી જીઆઈડીસીની જાહેરાત, વડગામના જલોત્રામાં જીઆઈડીસી સ્થપાશે.

કાંકરેજના રાણકપુર મુખ્ય નર્મદા કેનાલમાં બલોચપુરના યુવકે ઝંપલાવેલ લાશ ત્રણ દિવસે ગોદા કેનાલમાંથી મળી આવી.

યાત્રાધામ અંબાજી મંદિર પોષી પૂનમના દિવસે યાત્રિકો માટે ખુલ્લું રહેશે.

બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક સ્કૂલોમાં ૩૦૨ પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવા મંજૂરી.

બનાસકાંઠા જિલ્લામાં રજીસ્ટ્રેશન હોવા છતાં લોકો કોરોનાની વેક્સિન ન લેતા ૬૬ ડોઝ વેસ્ટ થયા.

ડીસાના ઝેરડા ગામે યુવકને જીવતો સળગાવી દેવાની ધમકી, ગામના ત્રણ ઈસમો સામે ગુનો દાખલ.

દાંતાના ગેંગવા ગામે ડેરીના મકાનના ખર્ચ મુદ્દે મારામારી, બે જૂથ દ્વારા સામસામી પોલીસ ફરીયાદ.

શિહોરી-પાટણ રસ્તા ઉપર ઉંબરી ગામ પાસે બનાસ નદી પુલ ઉપર ભારે વાહનો બંધ કરાયા.

ઊંઝાના વેપારી સાથે ૬.૬૦ કરોડની છેતરપિંડી, સુરતના બે વેપારી વિરુદ્ધ ગુનો દાખલ.

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતનો ટેબ્લો તરીકે મોઢેરાનું સૂર્યમંદિર આકર્ષણનું કેન્દ્ર બનશે.

ગુજરાતમાં રપ વર્ષથી કાર્યરત આર.આર.સેલ નાબુદ કરાયો, અમદાવાદ રેન્જનાં કાંડ બાદ સરકારનો નિર્ણય, દરેક જીલ્લાનાં એસ.પી.ને વધુ સત્તા અપાશે.

રાજ્યમાં આંશિક ઠંડીથી રાહત મળ્યા બાદ કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી, ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડી વધશે.

વડોદરાની બેંક ઓફ બરોડાના લોકરમાં મૂકેલા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઇ જતા હોબાળો, મહિલા ખાતેદારે વળતરની માંગ કરી.

સ્કૂલોમાં ધો.9 થી 11ના ક્લાસ શરૂ કરવા સરકારની તૈયારી, સ્કૂલ સંચાલકોના મંડળે પણ શિક્ષણ ફરી શરૂ કરવા સંમતિ દર્શાવી.

સાણંદમાં ભારતનો સૌથી મોટો મલ્ટી-મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થપાશે, 50 હજાર કરોડના મૂડીરોકાણ સાથે 25 હજાર લોકોને રોજગારી મળશે.

રાજકોટમાં 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ, જવાબદારોને કડક સજા કરવા માંગ.

ખેડૂત આંદોલનનો 58મો દિવસ : ખેડૂત સંગઠનોએ ફરી સરકારનો પ્રસ્તાવ ઠુકરાવ્યો, કાયદા પરત લેવાની માંગ પર અડગ.

કર્ણાટકના શિવમોગામાં ડાયનામાઇટ બ્લાસ્ટ, 8 મજૂરનાં મોત; આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવા ઝાટકા અનુભવાયા; હાઈલેવલ તપાસના આદેશ.

અમેરિકામાં પાંચ લાખ ભારતીયો માટે ગ્રીનકાર્ડનો માર્ગ મોકળો, બાઇડને ટ્રમ્પના 17 નિર્ણય ઊલટાવી દીધા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.