વડોદરાની બેંક ઓફ બરોડાના લોકરમાં મૂકેલા 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઈ જતાં હોબાળો

ગુજરાત
ગુજરાત

હવે બેન્ક લોકરમાં પણ તમારા રૂપિયા સુરક્ષિત રહ્યા નથી. વડોદરા શહેરમાં બેન્ક ઓફ બરોડાની પ્રતાપનાગર શાખાના લોકરમાં મૂકેલા 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઈ ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા ખાતેદાર જ્યારે લોકરમાં મૂકેલા રૂપિયા લેવા ગઇ ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. લોકરમાં મૂકેલા રૂપિયા ઊધઈ કાતરી ગઇ હોવાનું સામે આવતાં હોબાળો મચી ગયો હતો અને બેન્ક- કર્મચારીઓ દ્વારા અન્ય લોકરમાં પણ ઊધઈ આવી ગયાની શંકા વ્યકત કરવામાં આવી છે.

વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા અપ્સરા સ્કાઇલાઈન કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે, જેમાં ખાતેદારોને લોકરની સુવિધા આપવામાં આવે છે. બેન્કના મહિલા ખાતેદાર રેહાનાબેન કુતુબુદ્દીન ડેસરવાલાએ તેમના લોકર નંબર-252માં 2.20 લાખ રૂપિયા મૂકેલા હતા, જેમાં રૂ.5,10,100 અને 500ની ચલણી નોટો સામેલ હતી. રેહાનાબેનને રૂપિયાની જરૂર હોવાથી તેઓ બેન્કમાં લોકરમાંથી રકમ લેવા ગયાં હતાં. જોકે બેન્કનું લોકર ખોલતાંની સાથે જ તેમના હોંશ ઊડી ગયા હતા. લોકરમાં મૂકેલા તેમના 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઈ ગઇ હતી અને આ રૂપિયા કોઇ કામના રહ્યા નહોતા.

ખાતેદાર મહિલાએ બેન્કના કર્મચારીઓને ફરિયાદ કરી હતી. જોકે લોકર રૂમમાં ઊધઈ બાબતે તેમણે અજાણ હોવાનું જણાવ્યું હતું, ત્યાર બાદ મહિલા ખાતેદારે રૂપિયા ઊધઈ ખાઇ જવા બાબતે બેંક-મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી હતી અને તેમની સમક્ષ ખાતેદાર મહિલાએ વળતરની માગ કરી હતી અને બેંકમાં હોબાળો મચાવ્યો હતો.

મહિલાના 2.20 લાખ રૂપિયા ઊધઈ ખાઇ જતાં હવે બેન્ક ઓફ બરોડાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થઇ રહ્યા છે અને ખાતેદાર મહિલાને વળતર આપવામાં આવે એવી માગ પણ ઊઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.