સરકારે 25 વર્ષ બાદ આર.આર.સેલ રદ કર્યો, રેન્જ IGની સત્તા ગઈ

ગુજરાત
ગુજરાત

રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કરીને તમામ આર.આર.સેલ ને રદ કરી દીધા છે. ગુજરાત પોલીસમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહવિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચારના કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં ACBએ કાર્યવાહી પણ કરી છે.તાજેતરમાં અમદાવાદ રેન્જ IGના તાબા હેઠળ ચાલતા આર.આર.સેલનો પોલીસ કર્મચારી 50 લાખનો વહીવટ કરવા ગયો અને પોલીસના એન્ટી કરપ્શન બ્યૂરોએ ઝડપી લીધો હતો.

તે આર.આર.સેલનો દૂરપયોગનો એક કિસ્સો હતો. પરંતુ તપાસ વધુ થાય તે પહેલાં આર.આર.સેલના વડા એટલે તત્કાલિન રેન્જ IG કે જી ભાટીનું આકસ્મિક અવસાન થયું છે. પરંતુ હવે રાજ્ય સરકારે આ બાબતે શીખ લીધી હોય તેમ 25 વર્ષથી ચાલતા આર.આર.સેલને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.