આગામી માર્ચ માસના અંતથી ટ્રેન સેવાઓ સંપૂર્ણ રીતે પુર્વવત થવાની શકયતા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં 23 માર્ચથી બંધ કરાયેલી ટ્રેન સેવાઓમાં હાલ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.જેમાં માર્ચ માસથી હવે અગાઉની માફક જ નિયમીત ટ્રેન સેવાનો પ્રારંભ થઈ જશે તેવા સંકેત છે.જેમાં રેલ્વે મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે અમો લોકલ ટ્રેન સેવાને પૂરી રીતે વેગવંતી બનાવવા માટે રાજય સરકારો સાથે વાતચીત કરી રહ્યા છીએ અને થોડા જ દિવસોમાં તમામ લોકલ ટ્રેન સેવાઓ પૂર્વવત થઈ જશે એવી આશા છે.

હાલ રેલ્વે પસંદગીના રૂટ પર મેઈલ અને એકસપ્રેસ ટ્રેનો દોડાવી રહી છે.રેલ્વેના સામાન્ય વ્યવહારના 65% ટ્રાફીક રેલ્વેને મળી રહ્યો છે.જેમાં હાલ 1130 ટ્રેનો દોડી રહી છે અને તેમાં ફેબ્રુઆરીમાં વધુ 150 ટ્રેનો પણ ઉમેરાઈ જશે.જયારે માર્ચના અંતથી રેલ્વેના નવા શેડયુલ પુનાની 100% ક્ષમતા સાથેની ટ્રેન સેવાનો પ્રારંભ થઈ જશે.જોકે દેશમાં કોરોનાની સ્થિતિ હજુ જોવામાં આવશે તે પણ નિશ્ર્ચિત છે.લોકલ ટ્રેનો એટલે ફકત પરાની જ નહી પરંતુ નજીકના અંતરે દોડતી ટ્રેન સેવાઓનો પણ સમાવેશ થાય છે.દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં આ પ્રકારે રોજ 100 ટ્રેનો દોડતી હતી જે કામકાજી-નોકરીયાત તથા કામદારો માટે સૌથી સસ્તુ અને નિશ્ર્ચિત પ્રવાસનું માધ્યમ હતું.તે પુનસ્થાપિત થવું જરૂરી છે.રેલ્વેતંત્રને છેલ્લા એક વર્ષ જેવા સમયમાં સમગ્ર સીસ્ટમને હવે સુધારાની તક મળી છે.રેલ્વે ટ્રેકના સમારકામ સિગ્નલ વ્યવસ્થા વિભાગમાં પણ રેલ્વેએ લોકડાઉનના સમયમાં સારી કામગીરી કરી છે તથા ખાસ કરીને ધુમ્મસના કારણે થતા અકસ્માતો રોકવા જે ખાસ સીસ્ટમ અપનાવી છે તે પણ સફળ રહી છે.જેમાં ખાસ કરીને ઉતર ભારતમાં 3000 ટ્રેનોમાં આ પ્રકારના સાધન ફીટ કરવામાં આવ્યા છે.જેથી ટ્રેનોની સ્પીડ પણ વધારવામાં સફળતા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.