ડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત

ડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત

ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી. બનાસકાંઠાની સફળ કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લામાં ભેળસેળિયા અને ડુપ્લીકેટ ખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી. (SOG) શાખાએ ડીસાના રિસાલા બજારમાંથી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે શંકાસ્પદ ઘીના ૧૨૦ ડબ્બા અને એક હોન્ડા એમેઝ કાર મળી કુલ રૂ.૫,૭૨,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​બનાસકાંઠા રેન્જ આઈ.જી. પરીક્ષિતા રાઠોડ તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક  પ્રશાંત સુંબેની સૂચના મુજબ, એસ.ઓ.જી. પી.આઈ. એસ.એમ. પટણીના માર્ગદર્શન હેઠળ એસ.આઈ. જે.જે. સરવૈયા અને તેમની ટીમ ડીસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે. રિસાલા બજારમાં આવેલી ‘મિહીર માર્કેટીંગ’ નામની દુકાનનો માલિક પરેશભાઈ રતિલાલ ચોખાવાલા અખાદ્ય ઘીનું વેચાણ કરે છે. ​બાતમીના આધારે પોલીસે મિહીર માર્કેટીંગ પર દરોડો પાડતા દુકાન આગળ ઉભેલી એક સફેદ રંગની હોન્ડા એમેઝ ગાડી (GJ-08-BS-3407) માંથી તપાસ કરતા કાર માંથી ​શ્રીમુખ પ્રીમિયમ કાઉ ઘી ખાખી પૂંઠાના કુલ ૮ બોક્સ દરેક બોક્સમાં ૧ લીટરના ૧૫ પ્લાસ્ટિકના ડબ્બા કુલ ૧૨૦ ડબ્બા). ​કિંમત: ૧૨૦ ડબ્બા કિં. રૂ. ૭૨,૦૦૦/-) + હોન્ડા એમેઝ કાર (કિં. રૂ. ૫,૦૦,૦૦૦/-).

​કુલ મુદ્દામાલ: રૂ. ૫,૭૨,૦૦૦/-કબ્જે લઇ ​પોલીસ દ્વારા જ્યારે આ શંકાસ્પદ ઘીના જથ્થા અંગે બિલ કે આધાર પુરાવા માંગવામાં આવ્યા, ત્યારે સંચાલક કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. આથી પોલીસે શંકાસ્પદ જથ્થો અને કાર કબજે કરી ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાદ્ય વિભાગ દ્વારા આ ઘીના નમૂના લઈ તે ખરેખર અખાદ્ય છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવશે.ત્યાર બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *