ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે શિવરાજપુર બીચ નવુ આકર્ષણ બનશે, વિજય રૂપાણી

ગુજરાત
ગુજરાત

ફેઝ-1 અંતર્ગત રૂા.20 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓના નિર્માણ માટે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુર્હુત: મંત્રી, સાંસદ, કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

રાજયના પ્રવાસન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાના શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત રૂા.20 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓના નિર્માણનું ખાતમુર્હુત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં છેલ્લા અઢી માસથી રૂા.27 હજાર કરોડના વિવિધ પ્રોજેકટના ખાતમુર્હુત લોકાર્પણ કામો થઈ રહ્યા છે. ત્યારે આજે દ્વારકાના શિવરાજપુર બીચમાં પ્રવાસીઓની સુવિધા અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા રૂા.20 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

ફેઝ-2માં 80 કરોડ મળી કુલ 100 કરોડના પ્રોજેકટમાં આ બીચ ગુજરાતમાં અવલ્લ નંબરે રહેશે. આ બીચ કાર્યરત થતા જ આ વિસ્તારના યુવાનોને રોજગારી મળશે. રાજયના વિકાસમાં સર્વિસ સેકટરનો મહત્વનો ફાળો છે ત્યારે સર્વિસ સેકટર એકટ હેઠળ આવતા પ્રવાસન ક્ષેત્ર ગુજરાતને નવી દિશા આપશે. શિવરાજપુર બીચ સમગ્ર દેશમાં એક નવુ નજરાણુ બની રહેશે.

અંતમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો સાથે છેલ્લા અઢી માસમાં વડાપ્રધાનના હસ્તે ખાતમુર્હુત લોકાર્પણ સાથે ગુજરાત ગતિશીલ હોવાનું જણાવ્યું હતું.શિવરાજપુર ખાતેનો દરિયાકિનારોએ સ્વચ્છ, સલામત અને મનોહર છે. દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો શિવરાજપુર બીચનો વિકાસ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પર્યટન, પર્યાવરણ અને સલામતીનાં માપદંડોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક ધોરરો (બ્લુ ફલેગ) અનુસાર વિકાસ કરવામાં આવી રહ્યો છે.આ પ્રસંગે ગુજરાતના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, પ્રવાસન રાજય મંત્રી વાસણભાઈ આહિર, જામનગરના સાંસદ શ્રીમતી પુનમબેન માડમ, ટુરીઝમ સેક્રેટરી શ્રીમતી મમતાબેન વર્મા, પ્રવાસન વિભાગના એમ.ડી. જેનુ દેવાન, દેવભૂમિ દ્વારકાના કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના સહિત પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.