પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ

તા. 23 થી 27 માર્ચ સુધી વાંધા-સૂચનો રજૂ કરી શકાશે

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 1 જાન્યુઆરી 2026ની લાયકાત મુજબની પ્રાથમિક મતદારયાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી અંગે સુધારા-વધારા કે વાંધા રજૂ કરવા માટે 27 માર્ચ 2026 સુધીનો સમયગાળો નક્કી કરાયો છે.અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો તેમજ પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.

આ ઉપરાંત, રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2ની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે.આ પ્રાથમિક યાદીઓ ગુજરાત વિધાનસભાની અદ્યતન અને છેલ્લી પ્રસિદ્ધ થયેલી પુરવણી સહિતની આખરી મતદાર યાદીના આધારે તૈયાર કરાઈ છે. 23 માર્ચ 2026ના રોજ આ યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. નાગરિકો આ યાદીઓ જિલ્લા પંચાયત, સંબંધિત તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, પાટણ,સિદ્ધપુર,રાધનપુર નગરપાલિકા અને તમામ મામલતદાર કચેરીઓ ખાતે નિરીક્ષણ માટે જોઈ શકશે.મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરાવવા અથવા વિગતોમાં સુધારો કરવા માટેના દાવા અને વાંધા અરજીઓ 27 માર્ચ 2026 સુધીમાં સંબંધિત કચેરીએ રજૂ કરી શકાશે.પાટણ જિલ્લાના તમામ મતદારોને પોતાની વિગતો ચકાસી લેવા અને જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *