ગુજરાતમાં ઉનાળાની શરૂઆત વચ્ચે હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત વચ્ચે હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત વચ્ચે હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં આજે સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ સહિત કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી છે. જોકે, વરસાદી માહોલ વચ્ચે આગામી બે દિવસમાં ગરમીનું પ્રમાણ પણ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આગામી દિવસોમાં વધવાની શક્યતા છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *