વેરો ભરો અથવા મિલકત ગુમાવો : નવી ભીલડી પંચાયતનું લાલ આંખ, બાકીદારોમાં ફફડાટ

વેરો ભરો અથવા મિલકત ગુમાવો : નવી ભીલડી પંચાયતનું લાલ આંખ, બાકીદારોમાં ફફડાટ

ડીસા તાલુકાના નવી ભીલડી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા બાકી વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી વેરો બાકી રાખનાર લોકોને નોટીસ પાઠવી તાત્કાલિક ચુકવણી કરવા સૂચના આપવામાં આવી છે.

નવી ભીલડી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી કરતા ગામના અનેક મિલકત ધારકોને નોટીસ આપવામાં આવી છે. પંચાયતના રેકોર્ડ મુજબ અનેક મિલકતોના વેરા છેલ્લા કેટલાંક વર્ષોથી બાકી છે, જેના કારણે પંચાયતની આવક પર અસર પડી રહી છે.પંચાયત દ્વારા જણાવાયું છે કે બાકીદારોને પહેલાથી જ નોટીસ આપવામાં આવી હોવા છતાં યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો. હવે ફરીથી અંતિમ તક રૂપે નોટીસ આપી નક્કી કરેલી મુદત સુધી વેરા ભરવા આદેશ આપવામાં આવ્યો છે.

જો નિર્ધારિત સમયમર્યાદામાં વેરા નહીં ભરાય તો પંચાયત દ્વારા કડક પગલાં લેવામાં આવશે. જેમાં મિલકત સીલ કરવી, જાહેર હરાજી અથવા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે. પંચાયતના સરપંચ અને તલાટી એ જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે વેરા વસૂલાત ખૂબ જ જરૂરી છે. તમામ નાગરિકોને સમયસર વેરો ચૂકવવા અનુરોધ કરવામાં આવ્યો છે.પંચાયતના આ પગલાંથી બાકીદારોમાં ચિંતા ફેલાઈ છે અને હવે આવતા દિવસોમાં કેટલાં લોકો વેરો ચૂકવે છે તે જોવાનું રહેશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *