ભાજપે આસામ ચૂંટણી માટે 88 ઉમેદવારોની જાહેરાત કરી

ભાજપે આસામ ચૂંટણી માટે 88 ઉમેદવારોની જાહેરાત કરી

ભાજપે આસામ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. ભાજપે એકસાથે 88 ઉમેદવારોની જાહેરાત કરી છે. ગયા બુધવારે યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી હતી અને હવે તેની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, પીએમ મોદી, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

બીજેપીએ ગોલકગંજથી અશ્વિની રોય સરકાર, ધુબરીથી ઉત્તમ પ્રસાદ, બિરસિંગ જારુઆથી માધાબી દાસ, ગોલપારા પશ્ચિમથી પવિત્રા રાભા અને દૂધનાઈથી ટંકેશ્વર રાભાને મેદાનમાં ઉતાર્યા છે. અભયપુરીથી ભૂપેન રોય, બિજનીથી અરૂપ કુમાર ડે, ભવાનીપુર-સોરભોગથી રણજીત કુમાર દાસ, મંડિયાથી બાદલ ચંદ્ર આર્ય, ચમારિયાથી જ્યોત્સના કલિતા અને બોકો-ચાયગાંવથી રાજુ મેચ.

પાર્ટીએ પલાસબારીથી હિમાંશુ શેખર બૈશ્ય, રંગિયાથી ભાભેશ કલિતા, કમાલપુરથી દિગંત કલિતા, દિસપુરથી પ્રદ્યુત બોરદોલોઈ, ન્યુ ગુવાહાટીથી દીપુલ રંજન સરમા, ગુવાહાટી સેન્ટ્રલથી વિજય કુમાર ગુપ્તા અને જલુકબારીથી ડો. હિમંતા બિસ્વા સરમાને મેદાનમાં ઉતાર્યા છે. દરમિયાન ભાજપે બરખેત્રીથી નારાયણ ડેકા, નલબારીથી જયંતા મલ્લ બરુઆ, તિહુથી ચંદ્રમોહન પટોવારી, તામુલપુરથી બિસ્વજીત દેઇમરી, ગોરેશ્વરથી વિક્ટર કુમાર દાસ, તાંગલાથી બિકન ચંદ્ર ડેકા અને સિપાઝરથી ડૉ. પરમાનંદ રાજબોંગશીને મેદાનમાં ઉતાર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *