સાબરકાંઠા એસઓજી પોલીસે ૧૦ મોંઘીદાટ ગાડીઓ સાથે એક આરોપીને ઝડપ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ સાબરકાંઠા : ગુજરાતમાં દિન-પ્રતિદિન મોગી ગાડીઓની ચોરીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સાબરકાંઠા એસ.ઓ.જી પોલીસે આ મામલે એક સાથે ૧૦ મોંઘીદાટ ગાડીઓ સહિત ૭૮ લાખનો મુદ્દામાલ ઝડપી એક આરોપીની અટકાયત કરી છે તેમજ કિલોમીટર દીઠ વધુ ભાવ મેળવવાની લાલચે ગાડીઓ મામલે છેતરપિંડી કરતા હોવાનુ ખુલ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મોંઘી દત્ત ગાડીઓની નિરંતર થઈ રહેલી ચોરીના મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વિવિધ જગ્યાએ નેટવર્ક મજબૂત કરતા બાતમીના આધારે ટેકનીક પૂર્વક મોંઘીદાટ ગાડીઓ ને મૂળ માલિક પાસેથી લઈ વધુ ભાવ આપવાની લાલચે ૧૦ જેટલા ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. નિલેષ પંચાલ નામના વ્યક્તિએ ૧૦ જેટલા મોંઘીદાટ ગાડીઓ ધરાવનારા વાહન ચાલકોને કિલોમીટર દીઠ વધુ ભાવ આપવાનું નક્કી કરી છેતરપિંડી કરનારા યુવકનું અટકાયત કરી છે. જેમાં હાલના તબક્કે ચાલી રહેલા ભાવ કરતાં વધુ ભાવ આપી મોંઘીદાટ ગાડીઓને બારોબાર વેંચી મારી હોવાનું ખુલ્લી છે જાેકે સૌથી મહત્વની બાબત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવત અનુસાર વધુ પૈસા મેળવવાની લાયમાં હાલ પૂરતા ૧૦ જેટલા વાહનચાલકોને પોતાની ગાડીઓ ગુમાવવાનો વારો આવ્યો હતો જાેકે સાબરકાંઠા જિલ્લા પોલીસે બાતમીના આધારે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી છેતરપિંડી કરનારી ગેંગ ને મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ સ્થાનિક જનતાને પણ અપીલ કરી છે કે આ મામલે કોઈ અન્ય લોકો પણ છેતરાયા હોય તો સાબરકાંઠા જિલ્લા પોલીસનો કોન્ટેક્ટ કરી તાત્કાલિક ધોરણે ન્યાય મેળવવાના મામલે સહયોગ આપવા અપીલ કરાઇ છે જાેકે હાલ પૂરતા સમગ્ર ગેંગ પૈકી એક વ્યક્તિની અટકાયત થઈ છે તેમજ અન્ય બે આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.