સાબરકાંઠા SOGએ કાંકરોલ પાસેથી માદક પદાર્થો સાથે ચાર લોકોને ઝડપ્યા

સાબરકાંઠા SOGએ કાંકરોલ પાસેથી માદક પદાર્થો સાથે ચાર લોકોને ઝડપ્યા

સાબરકાંઠા SOGએ હિંમતનગરના કાંકરોલ પાસે નેશનલ હાઈવે પરથી માદક પદાર્થો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે MD, ચરસ અને અફીણ સહિત કુલ રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠા SOGના PI ડી.સી.પરમારના જણાવ્યા અનુસાર, PSI કે.યુ.ચૌધરી, પી.એમ.ઝાલા અને SOG સ્ટાફ નાર્કોટિક્સ સેલની વોચમાં હતા. તે દરમિયાન સ્ટાફના અતુલસિંહને બાતમી મળી હતી કે, હિંમતનગરના સહકારી વિસ્તારમાંથી રાત્રે એક ઇકો ગાડી (રજી. નં-GJ 09BD 1868) માં ચાર ઇસમો માદક પદાર્થ લઈને શામળાજી તરફ જવાના છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક હિંમતનગર-શામળાજી હાઈવે પર, સ્વામિનારાયણ મંદિરના પૂર્વ દિશાના કોટની સામે સરકારી પંચોની રૂબરૂમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, ઇકો ગાડીમાંથી ચાર શખ્સો પાસેથી 55 ગ્રામ મેફેડ્રોન (MD) જેની કિંમત રૂ. 1,65,000, 113 ગ્રામ અફીણ જેની કિંમત રૂ. 56,500, અને 39 ગ્રામ ચરસ જેની કિંમત રૂ. 48,750 મળી આવ્યા હતા.

કુલ રૂ. 2,70,250 ના માદક પદાર્થો અને ઇકો ગાડી સહિત કુલ રૂ. 7,06,950 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર એક સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *