તમારી પ્રાઈવસી જોખમાતી હોય તો, તમે વ્હોટ્સએપને ડિલીટ કરી શકો છો: દિલ્હી હાઇકોર્ટ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દિલ્હી હાઇકોર્ટએ વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લઇને એક અરજી પર સુનાવણી કરી હતી. હાઇકોર્ટે કહ્યુ કે, જો તમારી પ્રાઇવસી જોખમાતી હોય તો, તમે વ્હોટસએપને ડિલીટ કરી નાખો.

અરજી કરનારએ પોતાની અરજીમા કહ્યુ કે વ્હોટસએપની નવી પ્રાઇવસી પોલિસીને લઇને સરકારે કડક કાર્યવાહી કરવી જોઇએ. જે પ્રાઇવસીના નિયમનું ઉલ્લંઘન ગણાય છે. વ્હોટસએપ જેવી પ્રાઇવેટ એપ સામાન્ય લોકો સાથે જોડાયેલી જાણકારીઓને જાહેર કરવા માગે છે, જેના પર પ્રતિબંધ મુકવો જોઇએ. આ બાબતે દિલ્હી હાઇકોર્ટ તરફથી ટીકા કરવામા આવી છે.

દિલ્હી હાઇકોર્ટે ટીકા કરતા કહ્યુ કે, આ એક પ્રાઇવેટ એપ છે, પરંતુ આ એપથી જો તમારી પ્રાઇવસી જોખમાતી હોય, તો તમારે વ્હોટસએપ ડિલિટ કરી નાખવુ જોઇએ.

વ્હોટસએપની પ્રાઇવસી પોલિસીને લઇને એક વકીલે પણ દિલ્હી હાઇકોર્ટમા અરજી કરી છે. આ અરજીમા રજુઆત કરી કે આ સંવિધાનમા આપવામા આવેલા નાગરિકોના મૌલિક અધિકારોની વિરૂદ્ધ છે. એટલે અમે ઇચ્છીએ છીએ આ માટે કડક નિયમો બને. યૂરોપીય દેશોમા આ માટે કડક નિયમો છે, જેના કારણે વ્હોટસએપની પોલિસી વિદેશમા અલગ છે, પરંતુ ભારતમા કડક નિયમો ના હોવાના કારણે અહિંયા નાગરિકોના અંગત ડેટા થર્ડ પાર્ટીને આપવા પર તેમને કોઇ વાંધો નથી.

કોર્ટમા વ્હોટસએપની તરફથી મુકુલ રોહતગીએ દલીલ કરી હતી. તેમણે કહ્યુ કે, આ ઉપયોગ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને લોકોની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને કરવામા આવશે. બે મિત્રો વચ્ચેની વાતચીતને ક્યારેય પણ કોઇ પણ થર્ડ પાર્ટીને આપવામા નહીં આવે. આ ફક્ત વ્હોટસએપ બિઝનેસની સાથે જોડાયેલુ ગ્રુપ છે, જેઓ ડેટા અને લોકોને ઇચ્છાને ધ્યાનમા રાખીને બિઝન્સ માટે ઉપયોગમા લેવામા આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.