હારીજના યુવાનને મોતને ઘાટ ઉતારનાર ચારેય આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું

હારીજના યુવાનને મોતને ઘાટ ઉતારનાર ચારેય આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું

હારીજ તાલુકાના દાંતરવાડા ગામના 26 વર્ષીય યુવકનું ત્રણ દિવસ પહેલાં થયેલી બોલાચાલીમાં ચાર શખ્સોએ અપહરણ કરી તિક્ષ્ણ હથિયારો વડે ઢોરમાર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોધાતા સનસનાટી મચી જવા પામી હતી.

ગંજ બજારમાં નોકરી કરતા અરવિંદજી ઉર્ફે અરૂણ ઠાકોરને ચાર અજાણ્યા શખ્સો ગાડીમાં ઉઠાવી જઈ ઢોર માર માર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. યુવકના પિતાએ જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં પોલીસે તમામ ચારેય આરોપીઓ જેમાં હારીજ ખેમાસરના ગોપાલજી જયંતીજી ઠાકોર, સંજયજી જયંતીજી ઠાકોર, રાહુલજી વનાજી ઠાકોર અને ખાખડીના સ્વરૂપજી મહેન્દ્રજી ઠાકોરે ઝડપી તમામ આરોપીઓનુ જાહેરમાં સરધસ કાઢી સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરી લોકોમાં રહેલા ખોફને દુર કરતા પોલીસની ઝડપી કામગીરી સરાહનીય બની હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *